Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

મોચીનગર-૨ વિસ્તારમાં ડામર કામનો પ્રારંભઃ ખાતમુહુર્ત

 'સૌનો સાથ સૌનો વિકાસ'ના સુત્ર સાથે વોર્ડ નં.૨ના ભાજપના જાગૃત કોર્પોરેટરો દ્વારા જુદા-જુદા વિકાસના લોક ઉપયોગીકામો મંજુર કરાવી શરુ કરવામાં આવેલ છે તેવાજ એક ભાગ રૂપ વોર્ડ નં.૨માં મોચીનગર-૨ વિસ્તારમાં ડામર કાર્પેટનું કામ મંજુર કરવી આ કામનું ખાત મુહુર્ત સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, વોર્ડ નં.૨ના પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર તથા વોર્ડ નં.૨ના કોર્પોરેટરો દ્વારા કરાયુ આ વિસ્તારને વધુ સારી રસ્તાની સુવિધા મળી રહેશે. આ પ્રસંગે વોર્ડ નં.૨ના ભાજપના કોર્પોરેટર તથા ડે.મેયર ડો.દર્શીતાબેન શાહ. વોર્ડ નં.૨ના ભાજપના કોર્પોરેટર તથા આરોગ્ય સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા વોર્ડ નં.૨ના ભાજપના કોર્પોરેટર તથા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકર વોર્ડ નં.૨ના ભાજપના કોર્પોરેટર સોફીયાબેન દલ, વોર્ડ નં.૨ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહેલ, મહામંત્રી જયસુખભાઈ પરમાર, ધૈર્યભાઈ પારેખ, વોર્ડ.૨ ના બુથ વાલી રાજનભાઈ સિંધવ, વોર્ડ અગ્રણીઓ જાહિદભાઈ દલ, ગુલાબસિંહ જાડેજા, પૃથ્વીસિંહ વાળા, ચંદ્રસિંહ જાડેજા, કલાભાઈ ધોળકિયા, ભરતભાઈ ડોડીયા, જલાભાઈ ધોળકિયા, મનોજભાઈ ચોહાણ, જાવેદભાઈ પાથણ, કૌશિકભાઈ અઢીયા, વિજયભાઈ ચાવડીયા, કાંગાભાઈ જાદવ, જીતુભાઈ હુંબલ, ગૌરવભાઈ હુંબલ, નિશ્ચલભાઈ જોષી, ભરતભાઈ વીરડા, ભરતભાઈ કાઠી, નીલેશભાઈ વ્યાસ, શુકલભાઇ, વિક્રમસિંહ જાડેજા, ગાગજીભાઈ જાદવ, પ્રફુલભાઈ કુબાવા, દીવ્યનીબેન રાવલ, પમુબેન ધોળકિયા, નાથીબેન જાદવ, બાઘુબેન, કપીલાબેન, વર્ષાબેન, વર્ષાબેન સોલંકી, મેહુનબેન, જાનુબેન, જીલુબેન રાઉમા, હલીમાબેન, નાનુબેન, નીજુબેન, રીટાબેન, કમલાબેન, દર્શિતાબેન, મંજુબેન, લક્ષ્મીબેન, સજુબેન, કુંસુમબેન, જમનાબેન, પુજાબેન, વર્ષાબેન, વિજયાબેન, જયાબેન, કશીબેન, સોનલબેન, જીલુબેન મીર, જયાબેન સોલંકી, નાનુબેન મીર, હંસાબેન તબુબેન, જલ્પાબેન, સંગીતાબેન વિગેરે બહોળી સંખ્યામા વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:00 pm IST)