Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

શહિદ દિન નિમીત્તે રકતદાન કેમ્પ યોજાયો

૨૬૨ વિધાર્થીઓ તેમજ સ્ટાફગણ સહિત કુલ ૭૮૬૦૦ સી.સી. રકતદાન એકત્ર

રાજકોટ : શહિદ દિન એટલે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને ફાંસી અપાયેલ. તે દિવસે દર વર્ષે રકતદાન કરી શહાદતોને શ્રધ્ધાજંલી અર્પવા વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ, ઇન્દુભાઇ સ્કુલ ઓફ આર્કિટેકચર તથા એમ. પ્લાન વી.વી.પી. પરિવાર દ્વારા રકતદાન કેમ્પ યોજવામાં આવેલ. જેમાં ૨૬૨ વિધાર્થીઓ તેમજ સ્ટાફગણ મળી કુલ ૭૮૬૦૦ સી.સી. રકતદાન થયેલ. રકતદાતાઓને પ્રોત્સાહિત કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડો.જયેશભાઇ દેશકર ઉપસ્થિત રહ્યા હતા.

આ રકતદાન કરેલા કેમ્પમાં રાજકોટ વોલન્ટરી બ્લડ બેંક અને શ્રીમદ્ રાજચંદ્ર સેવાગૃપની ટીમના વિનયભાઇ જસાણી, તુષાલભાઇ કુલર, રવીભાઇ સી. એન., કુમારભાઇ દોશી, નિશિતભાઇ જરાણી એ ઉપસ્થિત રહી વિધાર્થીઓને પ્રોત્સહીત કરેલ હતા. રકતદાતાઓને સંસ્થા મેનેજીંગ ટ્રસ્ટી કૌશીકભાઇ શુકલ, ડો.સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણિઆર, આચાર્ય ડો.જયેશભાઇ દેશકરે અભિનંદન આપ્યા હતા. આ રકતદાન કેમ્પને સફળ બનાવવા માટે પ્રો.જે.પી. અજમેરા, પ્રો.અંજુબેન વાસદેવાણી,  ડો.સુમીતકુમાર ત્રિવેદી, નિવીદ લીંબાસીયા, નિશાબેન ભંડેરી, આર.ડી. રાવત તથા સમગ્ર વિધાર્થી તેમજ કર્મચારીગણે ભારે જહેમત ઉઠાવેલ હતી તેમ એક યાદીમાં જણાવાયું છે.

(4:00 pm IST)