Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

રેસકોર્ષ મેદાનમાં ચકરડી - રાઇડસનું ભાડુ ચોરસ ફુટ મુજબ વસુલાશેઃ મહીને ૧થી ૧૦ હજારનો ચાર્જ

રાજકોટ તા. ૨૬ : મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સમાં ફનવર્લ્ડ પાસેના મેદાનમાં ચકરડી, હીંચકા બેબી ટ્રેઈન સહિતના વ્યવસાયિકો માટેની ફી રૂ. ૧ હજારથી ૧૦ હજાર સુધીનું માસિક ધોરણ નવેસરથી નક્કી કરવામાં આવેલ છે, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

આ અંગે મ્યુનિ. કમિશ્નર બંછાનીધિ પાનીએ જણાવ્યું હતું કે, રેસકોર્સમાં ફનવર્લ્ડ પાસેના મેદાનમાં ચકરડી, હીંચકા, ઝૂલા, જમ્પિંગ જોકર, બેબી ટ્રેઈન સહિતની રાઈડના વ્યવસાયિકો પાસેથી રાજકોટ મહાનગરપાલિકા હવેથી નવા ધોરણ અનુસાર માર્ચ-૨૦૧૮થી માસિક ફી વસૂલ કરશે. જેમાં ઉપર દર્શાવેલ તેમજ અન્ય રાઈડની ફીમાં કોઈ અસમંજસ ના થાય તે માટે હવેથી દર મહિને મેદાનમાં ૧૦૦ ચો.ફૂટ સુધી પ્રતિ માસ રૂ.૧૦૦૦ તથા ૧૦૦ ચો.ફૂટ થી વધુ અને થી ૨૦૦ ચો.ફૂટ સુધી રૂ.૨૦૦૦ તથા ૨૦૦ ચો.ફૂટ થી વધુ અને ૩૦૦ ચો.ફૂટ રૂ.૩૦૦૦ તથા ૩૦૦ ચો.ફૂટ થી વધુ અને ૪૦૦ ચો.ફૂટ સુધી રૂ. ૪૦૦૦ તથા ૪૦૦ ચો.ફૂટથી વધુ અને ૫૦૦ ચો.ફૂટ સુધી રૂ.૫૦૦૦ તથા ૫૦૦ ચો.ફૂટ થી વધુ અને ૬૦૦ ચો.ફૂટ સુધી રૂ.૬૦૦૦ તથા ૬૦૦ ચો.ફૂટ થી વધુ અને ૭૦૦ ચો.ફૂટ સુધી રૂ. ૭૦૦૦ તથા ૭૦૦ ચો.ફૂટ થી વધુ અને ૮૦૦ ચો.ફૂટ સુધી રૂ. ૮૦૦૦ તથા ૮૦૦ ચો.ફૂટ થી વધુ અને ૯૦૦ ચો.ફૂટ સુધી રૂ. ૯૦૦૦ તથા ૯૦૦ ચો.ફૂટ થી વધુ અને ૧૦૦૦ ચો.ફૂટ સુધી રૂ. ૧૦,૦૦૦ રહેશે. ( રેસકોર્સ ખાતે ચકરડી / રાઈડની મહત્ત્।મ સાઈઝ ૧,૦૦૦ ચો.ફૂટ રહેશે.

વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર મહિનાની તારીખ ૦૧ થી ૦૫ સુધીમાં આ ફીની વસૂલાત કરશે. ત્યારબાદ પ્રતિ દિન રૂ.૧૦૦ લેખે પેનલ્ટી વસૂલ કરવામાં આવશે. તેમજ કોઇપણ મહિનાની ૧૦ મી તારીખ બાદ ફીની વસૂલાત થઇ શકશે નહી. ચકરડી/રાઈડ ધારક ચકરડી/રાઈડની સાઈઝમાં ફેરફાર કરે તો તેની પાસેથી રૂ.૨૦ ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી પ્રમાણિત ફોટોગ્રાફ સાથેનું સોગંદનામું લેવામાં આવશે તેમ પણ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

(3:58 pm IST)