Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

જૈન વિઝન દ્વારા ઝુંપડપટ્ટીના બાળકોને સ્લીપર તથા સામાજીક સંસ્થાઓમાં કેરીના રસનું વિતરણ

રાજકોટ : ભારતભરમાં સૌપ્રથમવાર સતત એક માસ સુધી ચરમ અને પરમ શ્રી વીરપ્રભુ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવને ઉપલક્ષીને અલગ-અલગ પ્રવૃત્ત્િ।ઓ દ્વારા ઊજવણી કરવા રાજકોટના જૈન વિઝને પહેલ કરી  છે જેમાં ધાર્મિક કાર્યક્રમો, માનવતા લક્ષી કાર્યક્રમો જીવદયા સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવેલ રાજકોટના ઝૂંપડપટ્ટીમાં રહેતા અને આર્થિક રીતે જરૂરિયાતમંદ વિસ્તારના બાળકોને પગ ઠારવાનું કાર્ય જૈન અગ્રણી પંચવટી જૈન સંઘના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ ધામી તેમના ધર્મપત્ની હસુમતિબેન ધામી અને જૈન અગ્રણી સુનિલભાઈ કોઠારી સહિતના આગેવાનોએ લક્ષ્મીનગર અને લોહાનગરની ઝૂંપડપટ્ટીમાં જઈને બાળકોને નવા ચંપલો અને નાસ્તો કરાવવામાં આવેલ આ તકે વિવેકાનંદ યુથ કલબના અનુપમભાઈ દોશી હસુભાઈ શાહ ગોવાણીભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેલ હતા આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જૈન વિઝનના ઉપેનભાઈ મોદી, આશિષ ગાંધી, હિતેષ મણિયાર, નીતિન મહેતા, ગૌરવ દોશી, પરેશ દફ્તરી, પ્રતીભાબેન મહેતા તથા અન્ય જૈન વિઝનના ભાઈઓ અને બહેનોએ જહેમત ઉઠાવેલ તેમજ પ. પૂ. તપાગચ્છાધીપતિ આ. શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મ.સા.ની પુણ્યસ્મૃતિમાં શ્રી ગુરુપ્રેમના આજીવનચરણોપાસક આ.શ્રી વિ. કુલચંદ્ર સુરીશ્વરજી (K.C. ) મ.સા.ની પ્રેરણાથી કેરીનો રસ અંધ મહિલા, મુક બધીર આશ્રમ, વૃધ્ધાશ્રમ ( ગોંડલ રોડ ), ગુંદાવાડી હોસ્પિટલ, આશાપુરા મંદિર, સ્વામિનારાયણ મંદિર, બાલાજી મંદિરના ભિક્ષુકો, પાંજરાપોળમાં કામકરતા શ્રમિકોના બાળકો સહિત ૭૦૦ લોકોને કેરીના રસનું વિતરણ ઉદારદિલના દાતા સ્વ. રોહિણીબેન બામાનમલજી ગાંધી પરિવાર ( હ. જીતુભાઇ મારવાડી ), તથા સ્વ. સુગંધાબેન ઓમકારમલજી જૈન ( હ. અજીતભાઈ જૈન )ના સૌજન્યથી કરવામાં આવેલ.  આ પ્રસંગે સિન્ડિકેટ સભ્યો મેહુલભાઈ રૂપાણી, જીતુભાઇ મારવાડી, માનવ ગાંધી, દર્શ જૈન, દામીનીબેન કામદાર, એડવોકેટ  તરૂણભાઈ કોઠારી, જૈન અગ્રણી તનસુખભાઈ સંદ્યવી પ્રફુલભાઈ વોરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમને સફળ બનાવવા જૈન વિઝનના આશીષ ગાંધી, જય કામદાર, કેતન વખારીયા, પંકજ મહેતા, હિતેષ મણિયાર, હિમાંશુ પારેખ, અજય વસા, દીપેશ વખારીયા, જતીન કોઠારી, હિરેન સંદ્યવી, ભાવિનભાઈ ઉદાણી તથા અન્ય જૈન વિઝનના ભાઈઓ અને બહેનોએ જહેમત ઉઠાવેલ.

(3:57 pm IST)