Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

વેટ દ્વારા રાજકોટની પાર્ટીને નોટીસ : મોરબીમાં ૩ાા લાખની વસૂલાત : આજે રાજકોટ - વાંકાનેરમાં દરોડા

રાજકોટ તા. ૨૬ : રાજકોટ વેટ તંત્ર દ્વારા શુક્રવારે રાજકોટ - મોરબીમાં દરોડા પડાયા તેમાં, રાજકોટની પાર્ટીને નોટીસ આપી વેટ કચેરીએ રૂબરૂ બોલાવાયાનું બહાર આવ્યું છે, જ્યારે મોરબીમાં સિરામીક પેઢીમાં મોડી રાત સુધી તપાસ બાદ સ્થળ ઉપર જ ૩ લાખ ૬૩ હજારની વસૂલાત કરી લેવાઇ હતી.

દરમિયાન જોઇન્ટ કમિશ્નરશ્રી સકસેના દ્વારા રાજકોટમાં બે અને વાંકાનેરમાં એક પેઢી ઉપર આજે બપોરથી દરોડા પડાયા છે.

રાજકોટમાં મશીનરી પાર્ટલની એક પેઢી ઉપરાંત રજીસ્ટ્રેશનમાં અધર્સ કોમોડીટી લખનાર એક વેપારીને ઝપટે લેવાયા છે.

જ્યારે વાંકાનેરમાં સેનેટરી વેર્સના મોટાગજાના વેપારીને ત્યાં બપોરથી તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

(3:55 pm IST)