Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

શર્ટ કાઢી નાંખો સલમાન થવા, પણ છાતી ચીરી નાંખો ને તો જ હનુમાન થવાયઃ ક્રાંતિકારી સંત પારસમુનિ

રાજકોટ :. આયંબિલ ઓળી દરમિયાન ક્રાંતિકારી સંત પૂ. પારસમુનિ મ.સા.એ પ્રવચનમાં જણાવેલ કે, ભગવાન શ્રીરામનો જન્મ દિવસ, શ્રી રામ બળદેવ હતા, વીર લક્ષ્મણ વાસુદેવ હતા. મર્યાદા પુરૂષોતમ શ્રીરામ ભારતવર્ષનું મહાન પાત્ર છે. જેમણે પોતાની મર્યાદા સદાચાર, સદવિચાર, સદ્ભાવને જીવનપર્યંત પોતાના જીવનમાં ટકાવ્યા છે. ભગવાન રામ મોક્ષે ગયા છે. ચરમ શરીરી ભગવાન શ્રી રામ ત્યાગની મૂર્તિ હતા. રામાયણમાં શ્રી રામ કયાંય હંસ્યા નથી, મહાભારતમાં શ્રીકૃષ્ણ કયાંય રડયા નથી, રામનું ધનુષ્ય વાંકુ પણ જીવન મર્યાદામય સરળ અને સીધુ, કૃષ્ણની વાંસળી સીધી પણ પૂર્ણ પુરૂષોતમનું જીવન વાંકુચુકુ. રામ ન મળ્યા હોત ભારતવર્ષને તો હનુમાન જેવા મહાવીર પમ ન મળ્યા હોત. સમાજે સદાચારી બનવા રામના જીવનને જાણવુ પડશે અને અપનાવવુ પડશે. આજે આ દેશમાં શર્ટ કાઢીને ફરનાર સલમાન ઘણા છે પણ છાતી ચીરીને પરમાત્મા રામના દર્શન કરાવનાર હનુમાન કયાંય નથી.

(3:55 pm IST)