Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

ગુજરાતમાં દારૂબંધી જેવું કંઇ ન દેખાયું: બાબા હરનારાયણ

દહેજ નિવારણ-સમાજ કલ્યાણ પરિષદના અધ્યક્ષ રાજકોટમાં : દારૂના કારણે ઘરેલું હિંસા ચિંતાજનક : બાબા દેશભરની યાત્રાએ નીકળ્યા છે : નારી સમસ્યાઓ અંગે વડાપ્રધાન-રાષ્ટ્રપતિને આવેદન અપાશે

બાબા હરનારાયણજી સાથે ડો. જૈનેન્દ્ર શુકલ, રામપ્રતાપસિંહ, બ્રિજેશ, વગેરે નજરે પડે છ.ે(તસ્વીર સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ર૬ : દહેજ નિવારણ-સમાજ કલ્યાણ પરિષદના અધ્યક્ષ બાબા હરનારાયણ યાદવ આજે 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતની યાત્રા દરમિયાન અહીં અમને દારૂબંધી જેવું કંઇ  દેખાયું નથી. દારૂના કારણે ગુજરાતમાં ઘરેલું હિંસાનું પ્રમાણ ચિંતાજનક છે.

મહિલાઓની સ્થિતિ સુધારવા બાબાની અધ્યક્ષતામાં પરિષદની રચના થઇ છે. દેશભરમાં ફરીને ડેટા તૈયાર કરીને રાષ્ટ્રપતિ-વડાપ્રધાનને રજુઆત કરવામાં આવશે.

આ સમિતિ સ્ત્રીશકિતકરણ માટે વિવિધ કાર્યો કરે છે. દહેજ વગરના લગ્નો, આંતરજાતીય લગ્નો દહેજના કેસોમાં બે હત્યારાઓને ફાંસી સજા અપાવી તથા મહિલાઓ પગભર બને સ્વમાન-સન્માનપૂર્વક જીવન જીવે તેવા પગલાં ભરે છ.ે

આ અભિયાન અંગે વધારે વિગતો માટે મો.૯૪૧રર ૮૪૪૦૦/૯૪પ૬૦ ૦રર૦૦ નંબરો પર સંપર્ક થઇ શકે છે.

(3:54 pm IST)