Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

રાજકોટ જિલ્લામાં ૧૭પ હેકટર જમીન પર દબાણ

ગાંધીનગર તા. ર૬: રાજકોટ અને પોરબંદર જિલ્લાાં ગૌચરની જમીન ઉપર થયેલા દબાણો અંગે કોંગ્રેસના લલિત વસોયાના પ્રશ્નના ઉત્તરમાં પંચાયત મંત્રીએ જણાવ્યું હતું કે તા. ૩૧-૧ર-૧૭ની સ્થિતિએ રાજકોટ જિલ્લામાં ૧૭પ,૦૩,૬પ૭ હેકટર જમીન અને પોરબંદર જિલ્લામાં ૧૩ર.૪૮.પ૮ જમીન પર ગેરકાયદેસર દબાણો થયેલ છે.

ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૧૦પની જોગવાઇ મુજબ ગૌચરના જમીનો દબાણો દુર કરવાની જવાબદારી ગ્રામ પંચાયતની છે. આ દબાણો દુર કરવા જિલ્લા વિકાસ અધિકારીઓ/નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓની મીટીંગમાં આ સંદર્ભે ચર્ચા-પરામર્શ અને સમીક્ષા કરવામાં આવે છે.છેલ્લા બે વર્ષમાં રાજકોટ જિલ્લામાં ર૭.૧૧.૪૯ હેકટર જમીન અને પોરબંદર જિલ્લામાં કુલ ૮૭.ર૮.૭૬ હેકટર જમીન પર દબાણો દુર કરી જમીન છુટી કરવામાં આવી છે.

(3:52 pm IST)