Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

ગાર્ડી વિદ્યાપીઠના છાત્રો દ્વારા થેલેસેમીયા જાગૃતિ કેમ્પ

  રાજકોટ : ગાર્ડી વિદ્યાપીઠના એનએસએસ યુનિટ દ્વારા સમાજ સેવાના કાર્યો કરવામાં આવેલ છે. જેથી વિદ્યાર્થીઓને તેમના અભ્યાસકાળથી જ સમાજ પ્રત્યેની સેવાભાવના કેળવાય. તાજેતરમાં બી.એચ. ગાર્ડી કોલેજ ઓફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજીના એનએસએસ પ્રોગ્રામ ઓફીસર પ્રો. નિરવ મહેતાની આગેવાનીમાં વિદ્યાર્થીઓનોી ટીમ દ્વારા ઘંટેશ્વર સ્થીત એસઆરપીએફ ગ્રુપ-૧૩ના ટ્રેનીંગ કેમ્પમાં આવેલા જવાનો માટે રાજકોટના દાત્રી ફાઉન્ડેશનની મદદથી સ્ટેમસેલ ડોનર રજીસ્ટ્રેશન તેમજ થેલેસેમીયા જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એનએસએસ યુનિટના આ સમાજ ઉપયોગી કાર્ય બદલ વિદ્યાર્થીઓ અને તેમના કોર્ડીનેટરને સંસ્થાના ચેરમેન ડી.વી. મહેતા, વાઇસ ચેરમેન કિરણ શાહ, મેનેજીંગ ડાયરેકટર જય મહેતા અને એન્જીનિયરીંગ વિભાગના પ્રિન્સીપાલ વિરાંગ ઓઝા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. (૮.ર૦)

(3:49 pm IST)