Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

આવો રે આવો મહાવીર નામ લઈએ.. જૈન વિઝન દ્વારા બુધવારે ભકિત સંગીત સંધ્યા

કલાકારો મનહર ઉધાસ - ગાર્ગી વોરા - ભાસ્કર શુકલા - મિરાંદે શાહ - અંકિત ત્રિવેદી : વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે : ભાવિકો ભકિતરસથી રસતરબોળ બનશે :રાષ્ટ્રપતિ કોવિંદજી સામે અભદ્ર ટિપ્પણી કરનાર આરટીઆઇ કાર્યરત કરમચંદ ભાટિયા સામે એફઆઇઆર : ફેસબૂક પર ટિપ્પણી ભારે પડીઃ છ કલાક પૂછપરછ : દિલ્હીમાં પાણીની અછતના મુદ્દે કેજરીવાલ સુપ્રિમ કોર્ટ પહોંચ્યા

રાજકોટ, તા. ૨૬ : જૈન વિઝન દ્વારા એક માસ મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવના ઉજવણીના ભાગરૂપે તા.૨૮ બુધવારને સાંજે ૭ કલાકે વિશાળ મહાવીર પટાંગણ કવિશ્રી રમેશ પારેખ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે, ફનવર્લ્ડની બાજુમાં આવો રે આવો મહાવીર નામ લઈએના શિર્ષક હેઠળ જૈન જૈનેતરોનું લોકપ્રિય ભકિત સંગીત સંધ્યાનું અનેરૂ આયોજન સતત પાંચમા વર્ષે કરવામાં આવેલ છે.

ત્રિશલા નંદન વિરકી જય બોલો મહાવીર કી.. જૈન વિઝન દ્વારા શ્રમણ ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત આયોજીત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિ રહેશે.

રાજકોટમાં સતત પાંચમા વર્ષે સ્તવનકારો અને રાસ માટે જાણીતા કલાકારોના કાફલા સાથે જેમાં વિશ્વવિખ્યાત ગઝલ સમ્રાટ મનહર ઉધાસ, જાણીતા પ્લેબેક સીંગર મીરાંદે શાહ તેમજ ઉદ્દઘોષક અંકિત ત્રિવેદી, પાર્શ્વ ગાયક દિપક જોષી, ગાર્ગી વોરા, ભાસ્કર શુકલ સહિતના કલાકારો જૈન સમાજને ભકિતરસથી તરબોળ કરી મૂકશે. એલઈડી સ્ક્રીન ઉપર કાર્યક્રમનું જીવંત પ્રસારણ થશે.

કાર્યક્રમમાં અનસુયાબેન છબીલદાસ શાહ, જયેશભાઈ શાહ - સોનમ કલોક લી. પરીવાર, સ્વ. હીરાબેન છોટાલાલ શાહ, સુનિલભાઈ અને યોગેશભાઈ શાહ - આર્કેડીયા શેર્સ પરીવાર, શ્રીમતી ભાવનાબેન હસમુખલાલ શાહ, સુદર્શનભાઈ શાહ પરીવાર, સ્વ. પિયુષભાઈ જેન્તીલાલ કામદાર પરીવાર, જય કામદાર, અનિષભાઈ વાઘર, સી. એમ. શેઠ, જીતુભાઈ બેનાણીનો સહયોગ મળેલ છે.

તસ્વીરમાં સર્વેશ્રી જયેશભાઈ શાહ, સુનિલભાઈ શાહ, દર્શનભાઈ શાહ અને જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી, ભરત દોશી, રજત સંઘવી તથા જય કામદાર નજરે પડે છે. (૩૭.૧૮)

(3:48 pm IST)