Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

હડમતીયાના ગોલીડા ગામે બિરાજતા શ્રી પંચમુખી હનુમાનદાદા : શનિવારે સંતવાણી

એક એકર જમીનમાં સ્વયંભૂ પ્રાગટય : મંદિરના નિર્માણના લાભાર્થે ધાર્મિક કાર્યક્રમ : કૌશીક મહેતા સંતવાણી પીરસશે

રાજકોટ, તા. ૨૬ : રાજકોટ તાલુકાના ભાવનગર રોડ નજીક ત્રંબાથી ૧૦ કિ. મી. દૂર આવેલ હડમતીયા ગોલીડા ગામમાં હનુમાન જયંતિના રોજ શ્રી પંચમુખી હનુમાનદાદાના મંદિરે લોકગાયક શ્રી કૌશીક મહેતાના જાહેર સંતવાણી-હાસ્યલોકસાહિત્યનો કાર્યક્રમ તા. ૩૧ ના શનિવારે રાખેલ છે.

 

હનુમાનજયંતિના પવિત્ર દિવસે પૌરાણીક હનુમાનજીદાદાના મંદિરે ધુમાડાબંધ ભોજનસમારંભનું પણ આયોજન કરવામાં આવેલ છે. એક એકર જગ્યામાં ૩૨ લાખના ખર્ચે મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. નિજ મંદિરની તમામ આવક મંદિરના નિર્માણ કાર્ય પાછળ ઉપયોગમાં લેવામાં આવશે.

આ જાહેર કાર્યક્રમનો લાભ લેવા શ્રી પંચમુખી હનમાનદાદા મંદિરના મહંત શ્રી ૧૦૮ હનુમાનદાસ તુલસીદાસ (મો. ૯૮૭૯૩ ૩૪૨૩૬), રામભાઇ બકોતરા (આહીર), હાર્દિક રામાવત, જયંતિભાઇ ટાંક, પ્રવિણભાઇ ટાંક, રમેશભાઇ ટાંક વિ. સેવકગણ દ્વારા અનુરોધ કરાયો છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:48 pm IST)