Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

આખુ અઠવાડીયુ ગરમી ભુક્કા કાઢશે

પરસેવે નિતરવા તૈયાર રહેજો : સૂર્યદેવનો આકરો મિજાજ જોવા મળશે : આજથી રવિવાર સુધી પારો ૩૯થી ૪૨ ડિગ્રી વચ્ચે રહેશેઃ વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલનો નિર્દેશ

રાજકોટ : વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે ગત સપ્તાહમાં આપેલી આગાહી મુજબ ગઈકાલથી ગરમીએ જોર પકડ્યુ છે. સૌરાષ્ટ્રમાં ગઈકાલે દરિયાકિનારાના વિસ્તારોમાં સિવિયર હિટવેવ છવાયેલ. ખાસ કરીને વેરાવળ અને પોરબંદરમાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળેલ. વેરાવળમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી (નોર્મલથી ૯ ડિગ્રી ઉંચુ) તેવી જ રીતે પોરબંદરમાં ૪૦.૯ ડિગ્રી (નોર્મલથી ૮ ડિગ્રી ઉંચુ) નોંધાયેલ. જયારે સૌરાષ્ટ્ર-કચ્છ - ગુજરાતના બાકીના સેન્ટરોમાં મહત્તમ તાપમાન ૩ થી ૫ ડિગ્રી ઉંચુ જોવા મળેલ. જેમ કે રાજકોટ-૪૦ (નોર્મલથી ૪ ડિગ્રી ઉંચુ), ભુજ - ૪૦.૨ (નોર્મલથી ૪ ડિગ્રી ઉંચુ), સુરત - ૪૦.૮ (નોર્મલથી ૭ ડિગ્રી ઉંચુ) અને અમદાવાદ - ૩૯.૪ (નોર્મલથી ૩ ડિગ્રી ઉંચુ નોંધાયેલ. અશોકભાઈ જણાવે છે કે આજે સોમવારથી આવતા રવિવાર સુધી એટલે કે આખુ અઠવાડીયુ ગરમીનો માહોલ જળવાઈ રહેશે. મહત્તમ તાપમાન ૩૯ થી ૪૨ ડિગ્રી વચ્ચે જોવા મળશે.

(3:15 pm IST)