Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

સાડીનો છેડો ફસાતા સ્ટવ ઉંધો વળતાં ભડકોઃ પોરબંદરની સોનલબેન દાઝી

રાજકોટ તા. ૨૬: પોરબંદરમાં નરસંગ ટેકરી પાસે રહેતી સોનલબેન જયેશભાઇ પરમાર (ઉ.૨૮) નામની વણઝારા પરિણીતા ૨૩મીએ સાંજે દાઝી જતાં પોરબદર, જામનગર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

તેણીનો પતિ જયેશ ટ્રક રિપેરીંગનું કામ કરે છે. લગ્ન છ વર્ષ પહેલા થયા છે અને સંતાનમાં બે પુત્ર છે. સ્ટવ પર રસોઇ બનાવતી વખતે સોનલબેન ટીવીનું રિમોટ લઇને આવી ત્યારે સાડીનો છેડો સ્ટવમાં ફસાતાં સ્ટવ ઉંધો વળતાં ભડકો થતાં દાઝી ગયાનું તેના પરિવારજનોએ પ્રાથમિક પુછતાછમાં જણાવ્યું હતું. પોરબંદર પોલીસ વધુ તપાસ કરે છે.

(12:05 pm IST)