Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

અજમેરથી રાજકોટ આવી રહેલા રેલ્વે સ્ટેશને રઝળ્યા : દોડાદોડી થઈ ગઈ

અજમેરથી રાજકોટ આવી રહેલા રાજકોટ - સૌરાષ્ટ્રના રેલયાત્રિકોને અજમેર રેલ્વે સ્ટેશને ભારે પરેશાનીનો સામનો ઉઠાવવો પડ્યો હતો, ગઈકાલે આ યાત્રિકો અજમેર રેલ્વે સ્ટેશને નિયત સમયે પહોંચી ગયા હતા, દરમિયાન ટ્રેન આવવાના થોડા સમય અગાઉ જાહેરાત કરવામાં આવી કે ટ્રેન પ્લેટફોર્મ નં. ૨ ઉપર નહિં પણ પ્લેટ ફોર્મ નં. ૪ ઉપર આવશે. આથી યાત્રિકોએ પોતપોતાનો સામાન લઈ પ્લેટફોર્મ નં. ૪ ઉપર પહોંચી ગયા પણ ટ્રેન આવી પ્લેટફોર્મ નં.૨ ઉપર. ફરીથી આ યાત્રિકો ભાગાભાગી કરીને માંડ માંડ પ્લેટફોર્મ ઉપર પહોંચ્યા. આ મામલે યાત્રિકોએ તંત્ર સમક્ષ રોષ ઠાલવતા કોઈ જવાબ ન આપ્યાનુ રેલ્વે યાત્રિકોએ જણાવ્યુ હતું.

(12:04 pm IST)