Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

કોરપોરેટર જગત

કોલમઃ ઈન્વેસ્ટમેન્ટ આઈડિયા

શેર બજારની મુંજવણઃ સેલ કે હોલ્ડ? : શેર બજારની એક જ બાબત નિશ્ચિત છે, તેની અનિશ્ચિતતા ! હાલના તબકકે ઈન્વેસ્ટરોનો સૌથી મુંજવતો સવાલ છે. નફો બુક કરી લેવો કે હોલ્ડ કરવું. એવું કહેવાય છે કે શેર બજાર એવો જાદુગર છે કે જે અધીરા લોકો નો પૈસો ધીરજવાન લોકોના ખિસ્સામાં સ્થળાંતર કરે છે. ભારતીય શુેર બજાર પણ અત્યારે એવા અનિશ્ચિતતાના તબકકમાં છે. આવા સમયે ધીરજના ગુમાવતાં શાંતિ રાખવી ખૂબ જરૂરી છે. સમજુ ઈન્વેસ્ટરો મંદીના સમયે સારા સ્ટોકને તબક્કાવાર ખરીદતા જ હોય છે. છેલ્લા થોડા સમયથી મિડ અને સ્મોલ કેપમાં સારું એવું કરેકસન આવતા કેટલાક શેરમાં વેલ્યૂ બાઈંગની તક ઉદભાવી છે. આજે આપણે એફએમસીજી સેકટરની તેજ ગતિથી વિકાસ કરી રહેલી કંપનીની ચર્ચા કરીશું.

ફયુચર કન્ઝયૂમર લિમિટેડ (બીએસઈ કોડ-૫૩૩૪૦૦)

કંપની પરિચય : એફસીએલ એ એક સમયે ભારતના વોલ્ટન (વોલમાર્ટના સ્થાપક) તરીકે ઓળખાતા કિશોર બિયાનીના ફયુચર ગ્રુપની અને એફએમસીજીમાં ખાદ્ય ઉત્પાદનથી લઈને સુપર માર્કેટ સુધી સંપૂર્ણ વ્યવસ્થા ધરાવતી અને એફએમસીજી ક્ષેત્રે સૌથી ઝડપથી વિકાસ પામી રહેલી કંપની છે. કંપની ખાદ્ય ઉત્પાદન, પ્રોસેસિંગ, સપ્લાય ચેન અને રિટેલિંગ એવા દરેકઙ્ગતબકકામાં કાર્ય કરી રહેલી છે. ભારતમાં કંપની તેની સુપરસ્ટોરની ચેન બિગ બજારથી વધુ જાણીતી છે. ભારતમાં ઘરેલુ વપરાશની ખુબજ માંગ હોવાથી બ્રાંડેડ એફએમસીજી પ્રોડકટસના વિકાસની અપાર શકયતા રહેલી છે. એફસીએસ ફૂડ, ગ્રોસરી, ડેરી પ્રોડકટસ, બેકરી, સ્નેકસ, બેવરેજીસ, પર્સનલ કેર, હોમ કેર વગેરે ક્ષેત્રમાં અસંખ્યા સફળ બ્રાન્ડસ ધરાવે છે જેવી કે ગોલ્ડન હાર્વેસ્ટ, નિલગિરિસ, દેસી આટ્ટા, કારા, પ્રથા, કલીન મેટ, ફ્રેશ એન્ડ પ્યોર, ટેસ્ટી ટ્રીટ, બેકર સ્ટ્રીટ, થિંક સ્કીન, પ્યોરેટા વગેરે કંપની આ દરેક પ્રોડકટસના વેચાણ માટે સુપર સ્ટોર તથા ઓનલાઈનની મજબૂત વ્યવસ્થા ધરાવે છે. કંપની ભારતના ૨૫૦ થી વધુ શહેરોમાં ૨૦૦૦થી વધુ સ્ટોર તથા ૬૫૦૦ થી વધુ ગ્રામ્ય ડિસ્ટ્રિબ્યૂશન સ્ટોર અને વાર્ષિક ૪૦ કરોડથી વધારે ગ્રાહકોની ફૂડ પ્રિંટ્સ ધરાવે છે.

ફાઈનાન્સિયલ કામગીરી અને મૂલ્યાંકનઃ છેલ્લા ૩ વર્ષમાં એફએમસીજી ક્ષેત્ર સેકટરના ૫ ટકા વૃધ્ધિદરની સરખામણીમાં એફસીએલનો વૃધ્ધિ દર ૩૭ ટકા રહયો છે. આમએ આ ક્ષેત્રની સૌથી ઝડપથી વિકાસતી કંપની છે. કંપનીનો આવનારા વર્ષોમાં ૭૦ ટકા વૃધ્ધિ દર મેળવવાનો ટાર્ગેટ છે. કંપનીનું એફવાય૧૭નું વેચાણ ૨૧૦૦ કરોડ હતું જે એફવાય૧૮માં ૩૦૦૦ કરોડ થવાનો અંદાજ છે. કંપનીનો એફવાય૨૨ સુધીમાં વાર્ષિક ૨૦૦૦૦ કરોડના વેચાણનો લક્ષ્ય છે. EBITDA માર્જિનમાં પણ છેલ્લા ૩ વર્ષ દરમ્યાન ઘણો સુધારો થયો છે ને કંપની નેટ ઓપરટિંગ પ્રોફિટમાં આવી ચૂકી છે. કંપનીનો ચોખ્ખો નફો એફવાય૧૭માં ૭.૭૮ કરોડ હતો જયારે ચાલુ વર્ષના માત્ર ૯ મહિનાનો ચોખ્ખો નફો જ ૨૧ કરોડની વધારે છે. આમ આ વર્ષે નફામાં ૩૦૦ટકા થી પણ વધારે સુધારો નિશ્ચિત મનાય છે. કંપની આવનારા ૫ વર્ષોમાં ૩૦૦૦ કરોડના વાર્ષિક નફાનો ઊંચો લક્ષ્યાંક ધરાવે છે. વળી ફયુચર ગ્રુપની બીજી કંપની ફયુચર રીટેલ લિમિટેડ કે જે સુપર માર્કેટ ચેન ચલાવે છે તેમાં એફસીએલની બ્રાન્ડસનું પ્રમાણ છેલ્લા ૩ વર્ષમાં ૨૦ ટકા થી વધીને ૬૦ ટકા થયું છે. આથી એફસીએલની ડિસ્ટ્રિબ્યુસન અને એડવર્ટાઈસ કોસ્ટ પણ આખા એફએમસીજી સેકટરમાં સૌથી ઓછી છે.

ઈન્વેસ્ટમેન્ટની તકોઃ ભારતીય એફએમસીજી  બ્રાંડેડ ક્ષેત્રમાં વિકાસની ખૂબ મોટી શકયતા રહેલી છે. બીસીજી અને સીઆઈઆઈના સર્વે મુજબ ૨૦૧૫માં બ્રાંડેડ એફએમસીજી નું ટર્ન ઓવર ૬૫૦૦ કરોડ યુએસ ડોલર હતું જે વધીને ૨૦૨૫માં ૨૪૦૦૦ કરોડ યુએસ ડોલર થઈ જસે. હાલમાં એફએમસીજી સેકટરના ટોટલ ટર્ન ઓવરમાં ૧૨ ટકા હિસ્સો ઓર્ગેનાઈસ્ડ બ્રાંડેડ પ્રોડકટનો છે. પરંતુ ભારતના મધ્યમ વર્ગની રહેણી કર્ણીમાં ખુબજ બદલાવ આવ્યો છે. ટેકનોલોજી, કેશલેસ ખરીદી, ઓનલાઈન શોપિંગ અને બ્રાન્ડ અવેરનેસને લીધે આ હિસ્સો ભવિષ્યમાં ખૂબ વધી શકે છે.

ફયૂચર ગ્રુપનો ૨૦૨૨ સુધીમાં ૧૦૦૦ ઈઝી ડે સ્ટોર્સ અને ૩૫૦ બિગ બાજર સ્ટોર્સ ખોલવાનો પ્લાન છે જેનો સીધો ફાયદો એફસીએલને મળશે. વળી એમના પોતાનાજ સ્ટોર્જ અને આધુનિક સપ્લાય ચેનને લીધે અન્ય એફએમસીજી કંપનીના ૨૭ટકા ડિસ્ટ્રિબ્યુશન કોસ્ટની સામે એફસીએલની ડિસ્ટ્રિબ્યુશન કોસ્ટ માત્ર ૧૭ ટકા છે જેને લીધે એફસીએલનો પ્રોફિટ માર્જિન પણ અન્ય કરતાં વધુ આવશે. વળી કંપની મોટા ભાગની બ્રાન્ડ્સ પોતાનાજ સ્ટોરે કે ડિજિટલ પ્લેટફોર્મ પર જ પ્રમોટ કરતી હોવાથી કંપનીનો માર્કેટિંગ ખર્ચ પણ અન્ય કરતાં ખૂબ ઓછો છે.

આવનારા સમયમાં કંપની એર ફ્રેશનર્સ, બેબી ડાઈપર, મોસ્કયૂટો રેપેલાંટ, શેમ્પૂ, કંડિસ્નર, વોશિંગ પાવડર વગેરે અનેક ઈન હાઉસ બ્રાન્ડ્સ લઈને આવી રહી છે. નિસંદેહ લાંબા ગાળે એફસીએલ તેના ક્ષેત્રની ટોચની કંપનીઓ માની એક હશે.

આઉટલૂક : ફાયદાકારક મેક્રો ફેકટર અને ફયુચર ગ્રુપના આવકાર દાયક બીજનેસ પ્લાન્સને લીધે એફસીએલને ઈન્વેસ્ટમેન્ટ માટેની આકર્ષક કંપની બનાવે છે. એફસીએલમાં લાંબા ગાળાનું રોકાણ આવનારા સમયમાં મલ્ટી બેગર રિટર્ન આપી શકે છે. આવનારા ૨- ૩ વર્ષમાં એફસીએલમાં રોકાણ ૧૦૦- ૧૫૦ટકા રિટર્ન પણ આપી શકે છે અને વધુ લાંબા ગાળા માટે ''સ્કાય ઈઝ ધ લિમીટ''

ડિસ્કલેમરઃ લેખક સેબીના રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ નથી. ઉપરનો લેખએ રિસર્ચ રિપોર્ટ નથી કે શેર લેવાની ભલામણ નથી. આપેલી માહિતી જાહેર માધ્યમમાં પ્રાપ્ત છે. શેર બજારમાં નિવેશ કરતાં પહેલા તમારા આર્થિક સલાહકારની સલાહ લેવી હિતાવહ છે.

જસ્મિન મહેતા- ગૌરાંગ સંઘવી

 

(12:03 pm IST)