Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

રૂ. એક લાખ પપ હજારનો ચેક પાછો ફરતા આરોપીને હાજર થવા હુકમ

રાજકોટ તા. ર૬ :.. હાથ ઉછીની લીધેલ રકમ પરત કરવા અર્થે આપેલ ચેક રીટર્ન થતા કોર્ટ દ્વારા આરોપીને હાજર થવાનો હુકમ કરેલ છે.

આ કેસની હકિકત જોતા રાજકોટના જાણીતા જૈન અગ્રણી અને જે. કે. સ્ટીલના નામથી વેપાર કરતી પેઢીમાંથી લુહારી કામ અર્થે અવાર નવાર લોખંડ-સ્ટીલનો માલ સામાન ખરીદ કરતા અને વર્ષોથી ૧૬ વિજય પ્લોટ ખાતે લુહારી કામ કરતા બીપીનભાઇ પરસોતમભાઇ રાઠોડ દ્વારા માલની લેતી દેતીના આધારે થયેલ ઓળખાણનો ગેરલાભ લઇ વખતો વખત જુદી જુદી રકમ હાથ ઉછીની લેવામાં આવેલ હતી.

આ કેસના આરોપી બિપીનભાઇ પરસોતમભાઇ રાઠોડ દ્વારા પોતાના જૂદા જૂદા પારિવારીક સંજોગો અંતર્ગત હાથ-ઉછીની લેવામાં આવેલ રકમ આશરે દોઢ લાખ પહોંચી જતા વેપારીએ સદરહુ રકમ ચુકવી આપવા માટે બિપીનભાઇ ને વારંવાર વિનંતી કરતા બિપીનભાઇ દ્વારા હાથ ઉછીની લીધેલ રકમ રૂ. ૧,પપ,૦૦૦ ચુકવી આપવા અર્થે જીવન કોમર્શીયલ બેંક રાજકોટનો વેપારીને આપવામાં આવેલ.

વેપારી દ્વારા સદરહુ ચેક વસુલાત અર્થે રજૂ કરવામાં આવતા વગર વસુલાતે ચેક રીટર્ન થયેલ હતો. પરિણામે વેપારી દ્વારા પોતાના એડવોકેટ મારફત બિપીનભાઇ પરસોતમભાઇ રાઠોડને નોટીસ પાઠવવામાં આવેલ હતી. અને જણાવેલ હતું કે રીટર્ન થયેલ ચેકની રકમ રૂ. ૧,પપ,૦૦૦ નોટીસ મળ્યેથી દિવસ -૧પ માં ચુકવી આપવા. પરંતુ બિપીનભાઇ રાઠોડ દ્વારા આ નોટીસનો કોઇ જ પ્રત્યુતર ન મળતા અને કાયદેસરની લેણી નીકળતી રકમની વસુલાત ન થતા ના છૂટકે વેપારી દ્વારા કોર્ટ સમક્ષ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ કેસ દાખલ કરવામાં આવતા કોર્ટ દ્વારા આ કેસના આરોપી બિપીનભાઇ પરસોતમભાઇ રાઠોડ સામે સમન્સ ઇસ્યુ કરવામાં આવેલ છે. એન કોર્ટ સમક્ષ હાજર થવા જણાવેલ છે. આ કામમાં ફરીયાદી વતી એડવોકેટ ગજેન્દ્ર એમ. જાની રોકાયેલ છે. (પ-૯)

(12:03 pm IST)