Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

રાજકોટ મનપાના 59 જુનિયર કલાર્કની જગ્યા માટે 49 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી

ભરતી માટે 70 હજાર લોકોએ કરી હતી અરજી જેમાંથી 49 હજાર પરીક્ષા લાયક ગણાયા

રાજકોટ: મહાપાલિકા દ્વારા વિવિધ શાખાના 59 જુનિયર ક્લાર્કની જગ્યા માટે 49000 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી રાજકોટ,અમદાવાદ,સુરત અને વડોદરાના પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા યોજવામાં આવી હતી. લેખિત પરીક્ષા બાદ ઉમેદવારોની પસંદગી મહાપાલિકા દ્વારા કરવામાં આવશે.
  અત્રે ઉલ્લેખનીય છે કે એક વર્ષ પહેલાં જુનિયર ક્લાર્કની ભરતી કરવા માટે જાહેરાત કરવામાં આવી હતી..ભરતી માટે 70  હજાર કરતા વધુ લોકોએ અરજી કરી હતી. જે પૈકી 49000  ઉમેદવારોને પરીક્ષા માટે લાયક ગણવામાં આવ્યા હતા.તેમજ 70 જગ્યામાંથી 16 જગ્યાઓની ભરતી રદ કરવાનો ઠરાવ કરી જગ્યા ઘટાડી નાખવામાં આવી હતી.પરીક્ષા બાદ એક મહિનામાં ભરતી પૂર્ણ કરાશે.

 

(12:06 am IST)