Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

અનુભવ વગર બધુ અધુરૂ : પરેશ વ્યાસ

નાગરિક બેન્કની પુસ્તક પરબમાં હેન્નરીની વાર્તાઓની ભાવયાત્રા

રાજકોટ : વાંચન દ્વારા વ્યકિતનો વિકાસ થાય તેવા હેતુથી રાજકોટ નાગરિક સહકારી બેન્ક દ્વારા 'પુસ્તક પરબ' ના માધ્યમથી વિવિધ પુસ્તકોની ભાવયાત્રા કરાવવાનો ક્રમ ચલાવાય રહ્યો છે. તે અંતર્ગત તાજતેરમાં પૂર્વ નાયબ કમિશ્નર અનુવાદક અને કોલમીસ્ટ પરેશભાઇ વ્યાસ દ્વારા અમેરીકન લેખક 'ઓ હેન્રીની સદાબહાર વાર્તાઓ' ની ઓડીયો વિઝયુઅલ પ્રેઝન્ટેશન સાથે ભાવયાત્રા કરાવાઇ હતી. તેઓએ જણાવ્યુ હતુ કે માણસે જયાં સુધી ગરીબી, પ્રેમ, યુધ્ધનો અનુભવ નથી કર્યો ત્યાં સુધી જીવનનો પૂર્ણ અનુભવ નથી કર્યો! ત્યાં સુધી બધુ અધુરૂ છે.  આવી અનુભુતિ આપણે હેન્રી ની વાર્તાઓમાં થાય છે. પુસ્તક પરબ કાર્યક્રમમાં નાગરિક બેંક ચેરમેન નલિનભાઇ વસા, વાઇસ ચેરમેન જીવણભાઇ પટેલ, પૂર્વ વાઇસ ચેરમેન-ડીરેકટર ટપુભાઇ લીંબાસીયા, પૂર્વ વાઇસ ચેરમેન- ડીરેકટર   ડાયાભાઇ ડેલાવાળા, ડીરેકટર જીમ્મીભાઇ દક્ષીણી, ડીરેકટ દક્ષીણી, ડીરેકટર કીર્તીદાબેન જાદવ, સીઇઓ હરકિશનભાઇ ભટ્ટ, જનરલ મેનેજર વિનોદ શર્મા, વિવિધ શાખા વિકાસ સમિતિના કન્વીનર, સહકન્વીનર, સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પરેશભાઇ પી. વ્યાસનું પુસ્તક-ખાદીનો રૂમાલ અને સ્મૃતિભેટ આપી બેન્કના ડીરેકટર ડાયાભાઇ ડેલાવાળાએ  સન્માન ર્યુ હતુ. સમગ્ર સંચાલન કવયિત્રી સી.એ. સ્નેહલ તન્નાએ કરેલ.

(4:22 pm IST)