Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

વીવીપી કોલેજના છાત્રો રાષ્ટ્રીયકક્ષાએ સફળ

રાજકોટઃ વી.વી.પી.ઇજનેરી કોલેજના ઇલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન વિધાશાખાના બીજા સેમેસ્ટરમાં ભણતા વિદ્યાર્થીઓ શૈલ, અભિષેક દર્શિલ અને મનીષની ટીમએ, આઇ.આઇ.ટી. વારાણસી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય ટેકનકિલ કાર્યક્રમ ટેકમેક્ષ-૨૦૧૮મં રોબોટીકસ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી જવલંત સફળતા હાંસલ કરેલ છે. વી.વી.પી. ખાતે બીજા સેમેસ્ટર ઇ.સી.બ્રાંચમાં ભણતા શૈલ-વિજયકમાર શુકલ.અભિષેક શૈલેષભાઇ લાલઅત્તા, દર્શિલ રૂપેશભાઇ સચદેવ, મનિષ દિલિપભાઇ નેભાણીએ તાજેતરમાં વી.વી.પી. ઇજનરી કોલેજ ખાતે ઇલેકટ્રીકલ ડિપાર્ટમેન્ટ ખાતે યોજાયેલ આરડયુબોટીકસ-રોબોટીકસ નામની વર્કશોપમાં ભાગ લઇ, રોબોટ કેવી રીતે બનાવવો તથા તેની પાસે યુકિતપૂર્વકના કામ કેવી રીતે પાર પડાવવા તેનું તલસ્પર્શી જ્ઞાન મેળવેલ હતુ. જેમાં ઇલેકટ્રીકલ ડિપાર્ટમેન્ટની ટીમ પ્રથમ ક્રમાંક અને ઇ.સી.ડિપાર્ટમેન્ટની ટીમ દ્વીતીય ક્રમાંકે આવેલ હતી. પ્રથમ ઇનામ મેળવતા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઇ મહેતા, ટ્રસ્ટીશ્રીઓ કૌશિકભાઇ શુકલ ડો.સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણિઆર તથા આચાર્ય ડો.જયેશભાઇ દેશકરએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલ. સાથે ઇ.સી.વિભાગના વડા ડો.ચાર્મીબેન પટેલ, ઇ.સી.વિભાગના તમામ કર્મચારીઓ તથા વિદ્યાર્થીમિત્રોએ શુભેચ્છાઓ પાઠવેલ છે.

(4:20 pm IST)