Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

આર.કે.યુનિવર્સિટી દ્વારા પોલેન્ડના પ્રતિનિધિઓનું સ્વાગત

રાજકોટ તા.ર૬ : આર.કે.યુનિવર્સિટી ગુણવતાયુકત શિક્ષણમાં અગ્રણી છે અને વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરનો અનુભવ મળે તે માટે હંમેશા કાર્યરત રહે છે. આ ક્ષેત્રમાં જ આગળ વધતા આર.કે.યુનિવર્સિટીએ થોડા વર્ષો પહેલા વ્રોસલો યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (WUST), પોલેન્ડ સાથે એમઓયુ સાઇન કર્યા હતા. આર.કે.યુનિવર્સિટી તેમની સાથે કેપેસીટી બિલ્ડીંગ સેન્ટરનું નિર્માણ કરતા કેબીન પ્રોજેકટનો ભાગ છે.

WUSTના પ્રતિનિધિઓએ આર.કે.યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. આર.કે.યુનિવર્સિટીમાં શિક્ષણ ક્ષેત્રે અને વિદ્યાર્થીઓને આપવામાં આવતી સુવિધાઓ જોઇને તેઓ આશ્ચર્ય પામ્યા હતા.

પ્રતિનિધિઓનુ સ્વાગત કરવામાં આવ્યુ. આર.કે.યુનિવર્સિટીના એકઝીકયુટીવ વાઇસ પ્રેસીડેન્ટ ડેનીશ પટેલ અને વાઇસ પ્રેસીડેન્ટ મોહીત પટેલે ડિરેકટર અને અન્ય મેનેજમેન્ટ ટીમ સાથે વ્રોસલો યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ પ્રતિનિધિઓનું સ્વાગત કર્યુ.

જેમાં ડો.એંડરઝેજ મોકઝો, ડિરેકટર ઓફ ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સ, ડો.એના જેકુબિયક-માર્કિકવ્સ્કાસ્કા, ફેકલ્ટી ઓફ કેમીસ્ટ્રી, ઇરેસ્મુસ+પ્રોગ્રામના ફેકલ્ટી કો-ઓર્ડીનેટર ઓફ ૩ઇ+સમર સ્કુલ, કેરોલિના ફાર્બીઝવ્સ્કા, ઇન્ટરનેશનલ ઇવેન્ટસ ડીવીઝન હેડ ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સનો સમાવેશ થાય છે.

(4:16 pm IST)