Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ભગતસિંહ ગાર્ડન, ન્યારી ફિલ્ટર પ્લાનના સ્થળે સિકયુરીટી ગેરહાજરઃ ૨૦ હજારનો દંડ

ગાર્ડની બેદરકારીઃ સિકયુરીટી એજન્સી સામે કાર્યવાહી કરતા બંછાનિધી પાની

રાજકોટ, તા. ૨૬ :. મ્યુનિ. કમિશનર બંછાનિધી પાનીની સૂચના અનુસાર સુરક્ષા વિભાગ દ્વારા તા. ૧૮ અને ૧૯ના નાઈટ સિકયુરીટી પોઈન્ટનું ભગતસિંહ ગાર્ડન, ન્યારી ફિલ્ટરપ્લાન સહિતના સ્થળોએ ચેકીંગ કરવામાં આવેલ હતું. સિકયુરીટી ગાર્ડની ગેરહાજર બેદરકારી બદલ સંબંધકર્તા સિકયુરીટી એજન્સી સામે કડક પગલા લઈ અને રૂ. ૨૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ અંગે તંત્રની સત્તાવાર માહિતી મુજબ ભગતસિંહ ગાર્ડની અને ન્યારી ફિલ્ટરપ્લાન સહિતના સ્થળોએ પોઈન્ટોની સરપ્રાઈઝ ચેકીંગ કરતા બેદરકાર સિકયુરીટી એજન્સીના સિકયુરીટી ગાર્ડ ફરજ પર ગેરહાજર મળી આવેલ. જેના માટે એજન્સીને રૂ. ૧૦ - ૧૦ હજારનો દંડ કરી દિવસ ૩ મા ખુલાસો કરવા જણાવેલ છે. ગ્રોમર, ભાગ્યોદય મુદત વિત્યેની કોઈ જવાબ ન થાય તો આગળની કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ નાયબ પોલીસ અધિક્ષક આર.બી. ઝાલાએ તાકીદ કરેલ છે.

(4:03 pm IST)