Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

આંદોલન - હડતાલ સંર્દભે જીબીઆ દ્વારા મીટીંગોનો દોર : ૭મીએ ૧ર સ્થળે ધરણા

જીઇબી એન્જીયર્સ એસો.ની મીટીંગ મળી હતી, જેમાં પ૦ થી વધુ હોદ્દેદારો હાજર રહ્યા હતા.

રાજકોટ તા. ર૬ : જીઇબી એન્જીનીયર્સ એસોસીએશન દ્વારા સમયથી પડતર પ્રશ્નો અને આગામી પગાર સુધારણા-ભથ્થા સહિતની રજુઆત ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના મેનેજમેન્ટ સમક્ષ વારંવાર શાંતિપૂર્વક કરવામાં આવેલ હતી. પરંતુ કોઇ અગમ્ય કારણોસર ઉકેલો ન મળતા જીબીઆ દ્વારા ના છુટકે તા.૧૯/ર/ર૦૧૮ ના રોજ જીયુવીએનએલને હડતાલની નોટીસ આપવામાં આવેલ છે જીઇબી હેઠળની તમામ સાતેય કંપની જેમ કે પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલ, જેટકો તથા તમામ પાવર સ્ટેશન (જીએસક કંપની) સહિતના તમામ ઇજનેરો, પ્રોગ્રામર્સ, ડોકટર્સ વગેરે આશરે કુલ પપ૦૦ થી વધુ સભ્યો આ હડતાલ નોટીસના અનુસંધાને આંદોલનમાં ભાગ લેશે.

આ મીટીગ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના જીબીઆ હોદેદારો હાજર રહેલ જેમાંં બી.એમ.શાહ (સેકેટરી જનરલ, આરર.બી.સાવલીયા(જનરલ સેકેટરી, જેટકો, એમ.જે.લાલીયા (જનરલ સેક્રેટરી, પીજીવીસીએલ.), એન.જે.તન્ના(વાઇસ પ્રેસીડન્ટ, લીગલ) તેમજ એડીશનલ જનરલ સેક્રેટરી તથા સર્કલ સેક્રેટરીઓ તેમજ જી.એચ.પટેલ, એસ.જી.સોજીત્રા, એસ.જી.કાંજીયા, કે.બી.શાહ, એસ.એલ.પટેલ, એ.એમ.પાઘડાર, ડી.એમ.સાવલીયા, એમ.એમ.કડછા, એસ.એમ.ખીરસરીયા, એચ.બી.વઘાસિયા, એ.ડી.હુલાણી, મહેશ્વરી વગેરે હોદે્દારો હાજર રહેલ અને કાર્યક્રમને સફળ બનાવવા વિચારણા કરી માર્ગદર્શન આપેલ તથા સૌરાષ્ટ્ર કચ્છમાં કુલ ૧ર સ્થાનો જેમ કે રાજકોટ, ભાવનગર, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, અંજાર, ભુજ, અમરેલી, જુનાગઢ, ગોંડલ, જામનગર, પોરબંદરમાં તા.૦૭/૦૩/ર૦૧૮ ના રોજ ધરણાના કાર્યક્રમો યોજવામાં આવશે. તેવું નકકી કરવામાં આવેલ હતું.

આ ઉપરાંત આજેહોદ્દેદારો દ્વારા કલેકટર-પોલીસ કમિશ્નર તમામને આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતા. રજુઆતો કરાઇ હતી.

(11:46 am IST)