News of Monday, 26th February 2018

તું નહિ પી તો અમે દવા પાઇ દેશું...ધમકી મળતાં સોની બજારમાં તેજસ આડેસરાએ ફિનાઇલ પીધું

અમારા વિરૂધ્ધ ફરિયાદ કરી તેના ખર્ચના ૧ લાખ અને સમાધાનના ૫ લાખ આપી દેજે...કહી ડખ્ખો નિતીન મેવાડાના ભાઇ દિપક મેવાડા, રૂષી મેવાડા, રવિ મેવાડા અને જકા સોની સામે ગુનો નોંધાયોઃ જકાએ ફોનમાં કહ્યું-તું દવા નહિ પી તો અમે પાઇ દેશું, પગ ભાંગી નાંખશું: ગત ચોથી તારીખે જ નિતીન મેવાડા, દિપક મેવાડા, રૂષી મેવાડા સામે ફરિયાદ કરી'તી

રાજકોટ તા. ૨૬: હસનવાડી-૩માં રહેતાં અને સોની બજાર પ્લેટિનીયમ ચેમ્બર દુકાન નં. ૯માં બેસી સોની કામ કરતાં તેજસ વિનોદરાય આડેસરા (ઉ.૩૫) નામના સોની યુવાનને સાંજે તે પોતાની દૂકાને હતો ત્યારે કેવડાવાડીના જકા સોની, રવિ ઉર્ફ સીકો મેવાડા, રૂષી મેવાડા અને દિપક મેવાડાએ આવી અગાઉના ઝઘડા અને ફરિયાદનો ખાર રાખી ગાળો દઇ ધમકી આપતાં ફરિયાદ થઇ છે. ગભરાઇને આ યુવાન ફિનાઇલ પી જતાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

 

એ-ડિવીઝનના એએસઆઇ બી. બી. ખેરએ તેજસની ફરિયાદ પરથી ચારેય સામે આઇપીસી ૫૦૬ (૨), ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. તેજસે ફરિયાદમાં જણાવ્યું છે કે રવિવારે સાંજે પાંચેક વાગ્યે હું મારી સોની બજારની ઓફિસે હતો ત્યારે કેવડાવાડીનો જકા સોની, પેલેસ રોડનો રવિ ઉર્ફ સિકો મેવાડા, ગુંદાવાડીનો રૂષી મેવાડા અને પેલેસ રોડનો દિપક મેવાડા આવ્યા હતાં અને મારી દૂકાનના બારણા પર પાટા મારવા માંડ્યા હતાં તેમજ જેમ તેમ ગાળો બોલવા માંડ્યા હતાં. બહાર ઉભેલા બંગાળી કારીગરને આ શખ્સોએ કહેલ કે 'તેજસ આવે તો કહેજે એના બાપ આવ્યા હતાં, અમે પેલેસ રોડ વાળા મેવાડા ભરવાડ છીએ' તેમ કહી બધા જતા રહ્યા હતાં.

એ પછી પંદર-વીસ મિનીટ પછી જકા સોનીએ મને ફોન કરી કહેલ કે મારે તને મળવું છે. આથી મેં તેને પુછેલ કે તમે તો હમણા મને મારી દુકાને મારવા આવ્યા હતાં ને હવે મળવાની વાત કરો છો? હવે હું દવા પી લઇ તમારા બધાના નામ લખાવીશ. તેમ કહેતાં જકાએ કહેલ કે તું દવા નહિ પી તો અમે પાઇ દઇશું અને તારા ટાંટીયા ભાંગી નાંખશું. આથી હું ગભરાઇ જતાં મેં મારી દૂકાનમાં બાથરૂમ સાફ કરવા રાખેલી ફિનાઇલ ચેમ્બરની નીચે શેરીના નાકે આવી ત્રણ-ચાર ઢાંકણા પી લીધી હતી. કોઇએ ૧૦૮ બોલાવતાં મને સિવિલમાં ખસેડાયો હતો.

આ માથાકુટનું કારણ એ છે કે મેં અગાઉ આ લોકો વિરૂધ્ધ ફરિયાદ કરી હતી. તેનો ખાર રાખી મને અવાર-નવાર ધમકી આપતાં હોઇ અને રવિવારે પણ ફરીથી ધમકાવતાં મેં ફિનાઇલ પી લીધુ હતું. એએસઆઇ ડી. બી. ખેરએ ઉપરોકત ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

હોસ્પિટલના બિછાનેથી તેજસે કહ્યું હતું કે અગાઉ મેં મારા ભાગીદાર કલ્પેશ પારેખ વિરૂધ્ધ ૧૨ લાખની ઠગાઇની ફરિયાદ કરી હતી. એ બાબતે માથાકુટ ચાલતી હોઇ  એ માથાકુટનો હવાલો કલ્પેશના મામા થકી પેલેસ રોડના નિતીન ભૂપતભાઇ મેવાડા (ભરવાડ) અને તેના ભાઇઓએ રાખ્યો હતો. આ બાબતે મેં લોક દરબારમાં ફરિયાદ કરતાં ૪-૨-૧૮ના રોજ એ-ડિવીઝન પોલીસે નિતીન મેવાડા, તેના ભાઇ દિપક મેવાડવા અને રૂષી મેવાડા સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ ગુનામાં છુટ્યા બાદ હવે તે એવું કહીને ધમકાવે છે કે અમારે પોલીસ ફરિયાદના ખર્ચના એક લાખ થયા છે, એ તું આપી દેજે અને સમાધાન કરવું હોય તો પાંચ લાખ આપી દેજે. આ કારણે નિતીનના કહેવાથી તેના ભાઇઓ સહિતનાએ ગઇકાલે દૂકાને આવી ફરી ધમકી આપી હતી. (૧૪.૬)

(10:18 am IST)
  • કાશ્મીર ઘાટીમાં રવિવારે થયેલા બે અલગ-અલગ આતંકી હુમલાઓમાં બે પોલીસ કર્મચારીઓ શહીદ થયાં છે. પહેલી ઘટનામાં આતંકીઓએ ચરાર – એ - શરીફ દરગાહની નજીક પોલીસ ચોકી પર હુમલો કર્યો હતો. તો બીજી ઘટનામાં હુર્રિયત નેતાના ઘરની બહાર હુમલો કરવામાં આવ્યો હતો access_time 9:23 am IST

  • ચારેકોર નીરવ મોદી અને પીએનબી કૌભાંડની વાતો સહુ કરે છે પણ અમારૃં તો વિચારો? : નિરવ મોદીના વિવિધ એકમોમાં કામ કરતા અને બેકાર જેવી સ્થિતિમાં આવી ગયેલા સેંકડો નોકરીયાતોનો વેધક પ્રશ્ન : તમામની કફોડી હાલત : કોઈએ હોમ તો કોઈએ શિક્ષણ લોન લીધી છે : કોઈને ઓપરેશન છે તો કોઈને બીજા દેવા ભરવાના છે પણ સરકાર કે કંપની પાસે આ નોકરીયાતો માટે કોઈ જવાબ નથી access_time 3:54 pm IST

  • મોરબી પંથકમાં ૩ અકસ્માતમાં ૩ના મોતઃ આર.ટી.ઓ. પાસે ડમ્પર હડફેટે અસગરભાઇ, ટ્રેક્ટર પલ્ટી ખાતા નાગડાવાસના સુરપાલભાઇ તથા લાલપર પાસે ડમ્પર હડફેટે હમીરભાઇનું મોત access_time 2:20 pm IST