Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

નીતિન રામાણીના જન્‍મ દિવસ નિમિતે વૃક્ષારોપણ

રાજકોટઃ વોર્ડ નં. ૧૩ના કોર્પોરેટર અને સ્‍ટેન્‍ડિંગ કમિટી સભ્‍ય નીતિન એન. રામાણીના જન્‍મ દિવસ નિમિતે વૃક્ષારોપણ ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળા, પૂર્વ ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ, સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, શાસક પક્ષ દંડક સુરેન્‍દ્રસિંહ વાળાના હસ્‍તે કરવામાં આવેલ હતું. આ પ્રસંગે વોર્ડ નં. ૧૩ના કોર્પોરેટર તથા લાઇટીંગ કમીટીના ચેરમેન જયાબેન ડાંગર, કોર્પોરેટર સોનલબેન સેલારા, વોર્ડ ૧૩ના પ્રમુખ કેતનભાઇ વાછાણી, મહામંત્રી ભરતભાઇ બોરીચા, શિક્ષણ સમિતિના સભ્‍ય ડો. વિજયભાઇ ટોરીયા, હસુભાઇ ચોવટિયા, વજુભાઇ લુણસીયા, રાજુભાઇ ચોટલીયા, જીતુભાઇ સેલારા, દિવ્‍યેશભાઇ પીપળીયા, અજીતસિંહ ઝાલા, મેહુલભાઇ રાઠોડ, સંજયભાઇ કોરાટ, મહેશભાઇ તાજપરા, અજયભાઇ ભંડેરી, પરસોતમભાઇ વેકરીયા, બટુકબાપા સાવલીયા, વાણજીભાઇ કોરાટ, રાજુભાઇ તેમજ ખાદી ભંડારનો સ્‍ટાફ દ્વારા નવલનગર, કૃષ્‍ણનગર મેઇન રોડ, વ્રજવાડી, ગોંડલ રોડ અને રોલેક્ષ ઇન્‍ડસ્‍ટ્રીઝ એરિયા વિસ્‍તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ

(3:54 pm IST)