Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

પ્રજાસત્તાક દિનની કાલે શાનદાર ઉજવણી થશે : રીહર્સલ યોજાયું

રાજકોટ : આવતીકાલે ભારતના પ્રજાસત્તાક દિનની રાજકોટ શહેર - જિલ્લામાં શાનદાર ઉજવણી થશે, એડી. કલેકટર (આઇએએસ) શ્રી કેતન ઠક્કરના હસ્‍તે સવારે ૯ વાગ્‍યે ત્રિરંગો લહેરાશે, ધ્‍વજવંદન થશે. આ તકે શાનદાર સાંસ્‍કૃતિક કાર્યક્રમો - પરેડ - માર્ચ પાસ્‍ટ - સ્‍વાતંત્ર્ય સેનાનીઓનું સન્‍માન - વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાયા છે. આજે સવારે ચૌધરી હાઇસ્‍કુલ ખાતે શાનદાર રીહર્સલ યોજાયું હતું. સીટી પ્રાંત-૧ શ્રી ચૌધરી દ્વારા ધ્‍વજવંદન બાદ પરેડની સલામી ઝીલી હતી, સ્‍કૂલના બાળકો દ્વારા દેશભકિતના સંગીત - ગીત ઉપર પીરામીડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ તકે પヘમિ ક્ષેત્રના મામલતદાર શ્રી જાનકી પટેલ વિગેરે ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(3:39 pm IST)