Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

રાજકોટમાં કોરોનાના સાંજે 33 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 43 કેસ નોંધાયા

 રાજકોટ: શહેરમાં સાંજે 33 અને બપોરે 10 સાથે આજે કુલ 43 કેસ નોંધાયા છે. અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 33 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 15,066 થયા છે. હાલમાં 283 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 57 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

 

(9:47 pm IST)
  • દિલ્હી હિંસા મામલે અમિતભાઈ શાહના વડપણ હેઠળ ઉચ્ચસ્તરીય બેઠક મળી : ગુપ્તચર સંસ્થાઓના વડા હાજર, એક કલાકથી બેઠક ચાલુ : દિલ્હીના આઠ મેટ્રો સ્ટેશન બંધ કરવામાં આવ્યા : આંદોલન બગાડવા, તોડી પાડવા ષડયંત્ર રચવામાં આવ્યાનો ટિકૈતનો આરોપ : દિલ્હીના કેટલાક રસ્તાઓ બંધ કરી દેવાયા : આજના બનાવો અંગે દિલ્હી પોલીસ કેસો દાખલ કરશે અને ધરપકડો શરૂ કરશે : રાત્રે 12 વાગ્યા સુધી દિલ્હીમાં પાંચ સ્થળોમાં ઇન્ટરનેટ બંધ : દિલ્હીની સિંધુ-ટીકરી બોર્ડર ઉપર પણ ઇન્ટરનેટ બંધ access_time 6:39 pm IST

  • દિલ્હીની સરહદે બેરીકેડ તોડીને ખેડૂતોએ કિસાન ટ્રેકટર રેલી શરૂ કરતા અત્યારે સવારે ૧૧-.૩૦ આસપાસ પોલીસે સંજય ગાંધી ટ્રાન્સપોર્ટ નગરમાં ટીયરગેસ છોડયો છે અને લાઠીચાર્જ શરુ કર્યો છે. દિલ્હીની ગાજીપુર સરહદે ખેડૂતો અને પોલીસ વચ્ચે અથડામણ થઇ છે. access_time 12:04 pm IST

  • 17 હજાર ફૂટ ઊંચે આવેલી ઈન્ડો તિબેટ બોર્ડર ઉપર જવાનોએ ત્રિરંગો લહેરાવ્યો : માઇન્સ 25 ડિગ્રી તાપમાન વચ્ચે ઉમંગભેર 72 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી : જયભારત...... access_time 12:34 pm IST