Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

કાલાવડ રોડ મહિલા કોલેજના ખૂણા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલો ભરેલ સ્વીફ્ટ કાર સાથે અજય ઉર્ફે મુન્નો ઝડપાયો

સ્વીફ્ટ કાર,ઈંગ્લીશ દારૂની બોટલ સહિતનો મુદામાલ જપ્ત કરતી ગાંધીગ્રામ પોલીસ

રાજકોટ : રાજકોટ ગાંધીગ્રામ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કાલાવડ રોડ પર માતૃશ્રી વીરબાઈ મહિલા કોલેજના ખૂણા પાસે રેલવેના પાટા રોડ પરથી ઈંગ્લીશ દારૂની બોટલો ભરેલસ્વીફ્ટ કાર ઝડપીને આરોપી અજય ઉર્ફે મુન્નો જયંતભાઈ ગજ્જર (ઉ,વ,24) ( રહે, મોરબી રોડ રાજલક્ષ્મી સોસાયટી શેરી,ન,8 શક્તિ હોટલવાળી શેરીમાં મહાદેવ મંદિર સામે હસુભાઈ પટેલના ભાડાના મકાનમાં ) ને ઝડપી લઈને સ્વીફ્ટ કાર દારૂની બોટલ 36 અને મોબાઈલ ફોન સહિતના મુદામાલ જપ્ત કર્યો છે જયારે જામનગરના જીતેશ નાગદાનભાઇ મકવાણાની શોધખોળ હાથ ધરી છે

(6:14 pm IST)