Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

ધર્મજીવન રોડ પર વાહન સામ-સામે આવી જતાં ડખ્ખો

રાજકોટ : રૈયાનાકા ટાવર પાસે પ્રતાપ સ્કૂલ સામે કલ્યાણ હાઉસમાં રહેતાં હુશેન મહમદભાઇ માંકડા (ઉ.વ.૨૨)ને ધર્મજીવન મેઇન રોડ પર જલારામ ચોક પાસે ઇન્દુબેન, ઇન્દુબેનના દિકરા અને કૈલાસ નામના શખ્સ તથા બીજા અજાણ્યાએ ગાળો દઇ ઢીકા-ાટુનો માર મારી તેમજ ધોકાથી માર મારી ઇજા કરતાં અને હુશેનના બહેન અરવાબેન તથા પિતા મહમદભાઇ વચ્ચે પડતાં તેને પણ મારકુટ કરવામાં આવતાં  તેમજ હુશેનને માથામાં ધોકો ફટકારાતાં ઇજા થઇ હતી. બનાવ અંગે ભકિતનગર પોલીસને જાણ થતાં ડી.એ. ધાંધલ્યાએ હુશેનની ફરિયાદ પરથી હુમલાખોરો સામે ગુનો નોંધ્યો હતો. વાહન સામ-સામે આવી જવા મામલે માથાકુટ થઇ હતી.

(12:00 pm IST)