Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

શહેરમાં આડેધડ રસ્તા ખોદનાર કોન્ટ્રાકટરને નોટીસ-દંડ ફટકારાશે

સ્માર્ટ સીટી કેબલ નેટવર્કનાં કોન્ટ્રાકટર ઇશાન ઇન્ફોસીસ દ્વારા મંજૂરી વગર રસ્તો ખોદી નંખાયેલ

રાજકોટ તા. રપ :.. શહેરનાં વોર્ડ નં. ૩, ૭ અને કોઠારીયા રોડ વિસ્તારમાં નવા નકોર ડામર રોડ કારણ વગર આડેધડ ખોદી નાંખવામાં આવતાં આ રોડ ખોદી નાંખનાર કોન્ટ્રાકટરને નોટીસ ફટકારી દંડ વસુલવાની તજવીજ મ.ન.પા.ના તંત્ર વાહકોએ જણાવ્યું હતું.

આ અંગે ઇજનેરી સુત્રોનાં જણાવ્યા મુજબ વોર્ડ નં. ૭ માં અને વોર્ડ નં. ૩ નાં કેટલાક વિસ્તારોમાં સ્થાનીક વોર્ડ ઇજનેરોની જાણ બહાર સ્માર્ટ સીટીનાં કેબલ નેટવર્ક કોન્ટ્રાકટ ઇશાન ઇન્ફોસીસ દ્વારા જાણ્યા-જોયા  વગર આડેધડ નવા-નકોર ડામર રોડને ખોદી નાંખવામાં આવ્યા હોવાની ફરીયાદો ઉઠી હતી. આથી આ બાબતે તપાસ કરતાં માલૂમ પડેલ કે કોન્ટ્રાકટરે રોડ નીચેની પાણી વગેરેની પાઇપ લાઇનોનાં અભ્યાસ વગર સીધુ જ ખોદકામ કરાવી દીધુ હતું. હકિકતે કેબલ નેટવર્ક જયાં બિછાવવાનું હતું તે રસ્તાઓનાં રીપેરીંગ બાકી હતાં. આમ છતાં નવા-નકોર રોડ ખોદી નાખી અને ફરી પાછા બુરી દેવાતા તંત્રને લાખોનું નુકશાન થયુ છે. આથી આ બાબત કોન્ટ્રાકટરને નોટીસ ફટકારી અને રસ્તાને થયેલ નુકશાનીનો સર્વે કરાવી તે મુજબ તેની પાસેથી પેનલ્ટી વસુલવા તજવીજ હાથ ધરાઇ છે.

(3:52 pm IST)