Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

આંબેડકરનગરમાં દારૂ પી ધમાલ મચાવનારા અજય અને અશોક છરી સાથે પકડાયા

બે દિવસથી વિસ્તારવાસીઓને હેરાન કરતા હોવાની ફરીયાદ આવતા થોરાળા પોલીસે બંનેને પકડી કાયદાનું ભાન કરાવ્યુ

રાજકોટ, તા. ૨૫ : ૮૦ ફુટ રોડ આજી વસાહત પાસે આંબેડકરનગરમાં દારૂ પી ધમાલ મચાવનારા બે શખ્સોને થોરાળા પોલીસે છરી સાથે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ એસી ફૂટ રોડ આજી વસાહત પાસે આંબેડકરનગરમાં બે શખ્સો છેલ્લા બે દિવસથી દારૂ પી ગાળો બોલી ધમાલ મચાવતા હોવાની ફરીયાદ આવતા ગઈકાલે થોરાળા પોલીસ મથકના પીઆઈ જી.એમ. હડીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. જી.એસ. ગઢવી, હેડ કોન્સ. ભુપતભાઈ વાસાણી, શૈલેષભાઈ ભેંસડીયા, નરસંગભાઈ ગઢવી, વિજયભાઈ મેતા, જયદીપભાઈ ધોળકીયા, કિરણભાઈ પરમાર, યુવરાજસિંહ રાણા, રમેશભાઈ માલેકીયા અને દિવ્યેશભાઈ ઉપરા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. વિજયભાઈ મેતા અને કિરણભાઈ પરમારને બાતમી મળતા આંબેડકરનગર શેરી નં.૧૪ પાસેથી દારૂ પી ધમાલ મચાવનારા અજય ઉર્ફે જય લાલજીભાઈ ચાવડા (ઉ.વ.૨૪) (રહે. નવા થોરાળા શેરી નં.૫) અને અશોક (ઉર્ફે પીંગો પ્રેમજીભાઈ ચાવડા (ઉ.વ.૨૬) (રહે. નવા થોરાળા શેરી નં.૬)ને પકડી લઈ કાયદાનું ભાન કરાવ્યુ હતું.

(3:04 pm IST)