Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

રાજકોટમાં પ્રોહિબિશન - શરીર સબંધી ગુન્હા અને ડ્રંક એન્ડ ડ્રાઇવ

એક રીક્ષા ડિટેઇન,એક ડ્રંક એન્ડ ડ્રાઇવ કેસ : એક શખ્શ છરી સાથે ઝડપાયો

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તેમજ સંયુક્ત પોલીસ કમિશ્નર ખુર્શીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન 2  મનોહરસિંહ જાડેજાની સૂચનાથી પ્રોહીબીશનની બદી નેસ્તનાબૂદ કરવા માટે તથા શરીર સંબંધી ગુનાઓ બનતા અટકાવવા પ્ર.નગર પોલીસ સ્ટેશન વિસ્તારમા મદદનીશ પોલીસ કમિશનર  પી.કે દીયોરા ના માર્ગદર્શન મુજબ જંકશન પોલીસ ચોકી ખાતે  પ્ર. નગર તેમજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા વાહન ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું

 આ ડ્રાઇવ દરમિયાન MVA 207 મુજબ 1 રીક્ષા ડિટેઇન કરેલ છે  તથા  ડ્રંક એન્ડ ડ્રાઇવ નો 01 કેસ ,MVA 185 મુજબ કરવામાં આવેલ છે. તેમજ એક ઇસમને ચેકિંગ દરમિયાન છરી સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ GPA 135 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

(8:59 pm IST)