Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

પાંચ દાયકા બાદ ભષ્ટ્રાચારની તપાસ માટે જાહેર હિસાબ સમીતી યુનિવર્સિટીમાં: સ્થળ બાંધકામ સહીતના મુદ્દે ઘનિષ્ઠ તપાસ

પુજાભાઇ વંશ, વિક્રમભાઇ માડમ સહીતનાએ યુનિવર્સિટીના સતાધીશો પાસેથી માહીતી એકઠી કરી

રાજકોટઃ જાહેર હિસાબ સમીતી ગુજરાતના પુંજાભાઇ વંશ, વિક્રમભાઇ માડમ સહીતના આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચકચારી કોનવોકેશન હોલનું બાંધકામમાં થયેલી ફરીયાદ સંદર્ભે આવ્યા હતા તે સમયની તસ્વીર. સ્થળ પર ગુજરાત જાહેર હિસાબ સમીતીના પુંજાભાઇ વંશ, વિક્રમભાઇ માડમ, કુલપતિ નિતીન પેથાણી, કુલસચિવ રમેશ પરમાર, નિદત બારોટ, હરદેવસિંહ જાડેજા, મહેશ રાજપુત સહીતના નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ,૨પ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પપ વર્ષના સમયગાળા દરમિયાન પ્રથમ વખત ગુજરાત જાહેર હિસાબ સમીતીના સભ્યો દ્વારા ભ્રષ્ટાચારની તપાસ અર્થે યુનિવર્સિટી ખાતે આગમન થયું હતું. બપોરે ૩ કલાક સુધી કોન્વોકેશનના બાંધકામની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

કોંગ્રેસના સીન્ડીકેટ સભ્યો નિદત બારોટ, હરદેવસિંહ જાડેજા, ધરમ કાંબલીયાએ આ અંગે આરટીઆઈ કરી થોકબંધ માહિતી એકઠી કર્યા બાદ ગુજરાત જાહેર હિસાબ સમિતિને રજૂઆત કરી હતી. રાજયપાલશ્રીને રજૂઆત કરવામાં આવી હતી. કોઈ નિર્ણય કે કોઈ તપાસ ન થાય તો કોંગ્રેસના સભ્યો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પણ ન્યાય માંગવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ફરીયાદને પગલે  કોન્વોકેશન હોલનું સ્થળ નિરીક્ષણ કરવા જાહેર હિસાબ સમિતિના શ્રી પુંજાભાઈ વંશ અને શ્રી વિક્રમભાઈ માડમ સહીતના આવ્યા હતા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોન્વોકેશન હોલ માટે દાનવીર દાતા સી.યુ.શાહે ૨૦૦૭માં દાનની ઓફર કરી હતી. ૨૦૦૮માં ૩.૫ કરોડના ખર્ચે કોન્વોકેશન હોલ બનાવવાનું કામ નિશ્ચિત થયુ હતું. ૨૦૧૦માં દાતાનું બાંધકામ માટે અનુમોદન લેવાયું. ૫૦ લાખના દાન સામે ૧ કરોડ ૬૮ લાખનો ખર્ચ થયો. ભ્રષ્ટાચાર અને ગેરરીતિની વ્યાપક ફરીયાદને પગલે વિવાદ થતા ૨૦૧૧માં કોન્વોકેશન હોલનું કામ બંધ કરવામાં આવ્યુ.૨૦૧૬ની સેનેટમાં કોન્વોકેશન હોલનું કામ શરૂ કરવાની ખાત્રી આપવામાં આવી તો તાજેતરમાં મળેલી સીન્ડીકેટમાં વધુ ૭૫ લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો.

જાહેર હિસાબ સમિતિના સભ્યો સ્થળ મુલાકાત બાદ કોન્વોકેશન હોલના બાંધકામના ચૂકવાયેલ બીલ, કામ અધુરૂ રહ્યાનું તેમજ સમયસર પૂર્ણ ન થવા પ્રશ્ને કોણ જવાબદાર સહિતની ચર્ચા કુલપતિ પેથાણી, કુલનાયક દેસાણી અને રજીસ્ટાર પરમાર પાસેથી માહિતી એકઠી કરી છે.

(4:02 pm IST)