Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

અટલજીએ રાષ્ટ્રવાદની વિચારધારા સાથે રાષ્ટ્રને જીવન સમર્થન કરી દીધું : કમલેશ મીરાણી

દેશનાં પૂર્વ વડાપ્રધાનની જન્મજયંતીએ શબ્દાંજલી પાઠવતાં શહેર ભાજપ પ્રમુખ સહિતનાં હોદ્દેદારો

રાજકોટ, તા. રપ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે  દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન  શ્રઘ્ધૈય શ્રી અટલબીહારી બાજપાઈ માત્ર રાજકીય વિચારધારા સાથે નહી પરંતુ રાષ્ટ્રવાદની વિચારધારા અને સર્વજન હિતાય, સર્વજન સુખાય સાથે  રાષ્ટ્ર માટે પોતાનું સમગ્ર જીવન અર્પણ કર્યુ છે, સાથોસાથ અટલજી એક કવિહૃદય ધરાવતા હોવાથી પોતાની અનેકવિધ કવિતામાં ભારત માતાની દેશભકિતને વણેલી હતી ત્યારે આજે અને આવતા વર્ષોમાં પણ તેની કવિતા જીવંત રહેશે. આવા લોકહૃદય સમ્રાટ અટલજીને શ્રઘ્ધાંજલી આપવા અને શત શત નમન કરવા ભાજપ ઘ્વારા રપ ડિસેમ્બર એટલે કે તેમના જન્મદિવસે 'સુશાસન દિવસ' ની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ એ જણાવ્યું હતું કે  અટલજી અભ્યાસમાં હોશીયાર અને રાજનિતીશાસ્ત્ર સાથે એમ.એ. સુધી અભ્યાસ કર્યો હતો. કાયદાના અભ્યાસક્રમમાં પિતાજી સાથે અટલજીએ કાયદાનો અભ્યાસ અર્ધવચ્ચે છોડી દીધો હતો.૧૦૪રમાં ગાંધીજીની 'ભારત છોડો ચળવળ'માં ભાગ લેવા બદલ અટલજીને ર૪ દિવસ જેલયાત્રા થઈ હતી, તે સમયે તેઓ સગીર વયના હોવાથી તેમને બાળકોની જેલમાં રાખવામાં આવ્યા હતા.

મૂલ્યનિષ્ઠ રાજનિતીનું સકારાત્મક શિક્ષણ તેમણે ડો. શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાલ ઉપાઘ્યાય પાસેથી મેળવ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પ્રચારક તરીકે જોડાઈને તેઓએ શિસ્ત અને રાષ્ટ્રપ્રેમના ગુણોને જીવન આચરણમાં મુકયા. ઈ.સ. ૧૦પ૮ની લોકસભાની ચૂંટણીમાં બલરામપુર (યુ.પી.) બેઠક પરથી પ્રથમવાર વિજયી થયા. નાની ઉંમરમાં અટલજીએ જયારે સંસદમાં પોતાનુ પ્રથમ પ્રવચન આપ્યુ ત્યારે ઉપસ્થિત તમામ સાંસદો સ્તબ્ધ થઈ ગયા હતા. પોતાના જીવનકાળ દરમ્યાન અનેક ઉતાર-ચઢાવનો અનુભવ કરનાર અટલજી બચપણમાં વિદ્યાથી ર્પ્રવૃતિઓથી લઈને આર.એસ. એસ.ના સ્વયંસેવક અને ત્યારબાદ સંઘના પ્રચારક બની ગયા. સંઘમાંથી જનસંઘમાં ડો. શ્યામાપ્રસાદ મુખર્જીનો યુવા સાથી બની રાજનિતીમાં પદાપર્ણ કર્યું. સત્યાગ્રહો-આંદોલનોમાં સક્રિય રહયા. જનસંઘ પછી ભારતીય જનતા પાર્ટીના અઘ્યક્ષા બન્યા. ૧૦૮૮માં જનતા પક્ષાની સરકારમાં વિદેશ પ્રધાન અન લગાતાર ત્રણ-ત્રણ વાર ભારતના વડાપ્રધાન બન્યા. ૧૦૦૩માં કાનપુરની વિશ્વ વિદ્યાલયે માનદ ડોકટરની ડીગ્રી એનાયત કરી. ૧૦૦૦માં પ્રસિઘ્ધ લોકમાન્ય તિલક એવોર્ડ આપવામાં આવ્યો. ૧૦૦૯માં દેશની સંસદે  તેઓને સર્વસંમતિથી સર્વશ્રેષઠ સાંસદનો ઉચ્ચ ખિતાબ આપ્યો. ર૦૧૪માં તેમને 'ભારત રત્ન' પુરસ્કારથી નવાજવામાં આવ્યા.

અટલજીએ લાખો લોકોના હ્રદયમાં સ્થાન  પ્રાપ્ત કર્યુ છે અને કાર્યકર્તામાં ઘડતર અને સિંચન કર્યુ છે ત્યારે એક માર્ગદર્શન તરીકે રહી હંમેશા દેશને રાષ્ટ્રવાદની વિચારધારા સાથે જોડવાનો પ્રયાસ કરી અવિરત સંઘર્ષો કર્યા. અટલજીની પાંચ દશક લાંબી રાજકીય યાત્રા, રાજનિતી ક્ષેત્રે કાર્યરત સૌ કોઈ માટે પ્રેરણાદાયી બની  રહી હતી. બિનવિવાદાસ્પદ વ્યકિત તરીકે જાણીતા અટલજીનું રાજકિય ચારિત્ર્ય મૂલ્યવાન અને વિચારવાન રહયું હતું. રાજનિતિ વિશેનું અટલજીનું દર્શન એકધારુ રહયું છે. પછી તે વિપક્ષમાં હોય કે સતામાં પરંતુ તેમનું વિચારધારાનું દર્શન કદી બદલાયુ ન હતુ.

(4:01 pm IST)