Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

શાસ્ત્ર દિવાકર પૂ.મનોહરમુનિ મ.સા.ના ૬૯માં જન્મ દિવસની તપ- જપ અને ત્યાગ પૂર્વક આરાધના

ઘાટકોપર મુંબઈ હિંગવાલા સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘમાં

રાજકોટ,તા.૨૫: ગૌરવવંતા ગોંડલ સપ્રદાયના આગમ દિવાકર, પરમ પૂજય ગુરૂદેવશ્રી જનક મુનિ મહારાજ સાહેબના કૃપાપાત્ર સુશિષ્ય, શાસન પ્રભાવક, પંડિત રત્ન, શાસન દિવાકર, પૂજય ગુરૂદેવશ્રી મનોહર મુનિ મહરાજ સાહેબના ૬૯માં જન્મ દિવસ નીમિત્તે હિંગવાલા સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘમાં તા.રર- ર૩ અને તા. ૨૪ ડિસેમ્બરના ત્રણ દિવસનો આયબીંલ અઠ્ઠમ, સવારે ૯ થી ૧૧:૩૦ સુધીની ત્રિરંગી સામાયિક, સવારે ૯:૩૦ થી ૧૧ ધર્મ પ્રવચન,  સવારે ૧૧ થી ૧ર નમસ્કાર મહામંત્રના સમૂહજાપ આરાધાના, બપોર ૩ :૩૦ થી ૪: ૩૦ ધાર્મિક પ્રશ્નોત્તરી, સાંજે પ્રતિક્રમણ રાખવામાં આવેલ હતા.

હિંગવાલા સ્થાનકવાસી જૈન માટા સંઘના ઉપક્રમે તા.૨૨ને રવિવાર સવારે ૯ થી ૧રઃ ૩૦ સુધી પરમ ઉપકારી શાસ્ત્ર દિવાકર. પૂજય ગુરૂદેવશ્રીના ૬૯માં જન્મ દિવસ નીમિત્તે સંયમ જીવન અનુમોદનાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતા. તેમાં પ્રથમ  શ્રી સંઘ સંચાલિત સુશીલા વહુ મંડળના બહેનોએ ભાવવાહી સ્વરમાં આભિનંદન અને શુભેચ્છા આપતુ ગીત ગાએલ શ્રી સંઘના માનદ મંત્રી મનસુખભાઈ કોઠારીએ મહેમાનોનું સ્વાગત કરેલ.

સંપૂર્ણ સતી વૃંદ વતી પ્રખર પ્રવચન કાર પૂજય ઉર્મિલાબાઈ મહાસતીજીએ આગમ દિવાકર પૂજય ગુરૂદેવના દીક્ષાની આજ્ઞા અપાવવાના ઉપકાર સાત શાસ્ત્ર દિવાકર ગુરૂદેવના સંસારી અવસ્થાના મહેન્દ્રકુમાર દેસાઈ ધારીના સસ્મરણાને યાદ કરી ભાઈ મહરાજને ૬૯માં જન્મ દિવસની શુભેચ્છા આપતા કહ્યુ કે, આગમ દિવાકર પરમ ઉપકારી પૂજય ગુરૂદેવ પાસે દીક્ષા લઈ ૪૦ વર્ષ સુધી જે જૈન આગમ શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરેલ છે તેનો જૈન શાસનમાં ગોતવા  જોટો જડે તેમ નથી. અમો ઈ.સ.૧૯૯રના રાજકોટ જૈન ભવનના સમૂહ ચાતુર્માસ સહિત અનેક વખત આગમની વાચના લીધેલ હતી. ભાઈ મહારાજનંુ દ્રવ્ય અન ભાવ આરોગ્ય સારૃં રહે, આગમ અને ધર્મ પ્રવચન દ્વારા જિન શાસનની હજી વધુ શાસન પ્રભાવના કરતા રહે.

 હિરક ગુરૂણી પરિવારના સોનલબાઈ મહાસતીજી, સંઘાણી સંપ્રદાયના મધુર વકતા પુજય માલતીબાઇ મહાસતીજી જશ પરિતારના સ્વાતિબાઈ મહસતીજી આદિ સતીવૃંદે શુભેચ્છા આપી પોતાનો સૂર તેમાં પૂરાવેલ હતો. દેસાઈ પરિવાર વતી અ.સૌ. હર્ષાબેન જયેશકુમાર સંઘવીએ હાર્દિક શુભેચ્છા આપી કોટી કાટી વંદન કરેલ હતા.

હિંગવાલા સ્થાનકવાસી જૈન મોટા સંઘ વતી પડિત રત્ન પૂજય ગુરૂદેવશ્રી મનોહર મુનિ મહારાજ સાહેબને ટ્રસ્ટીઓ અનિલભાઈ સુતરીયા, કીર્તિભાઈ કોઠારી, માનદ મંત્રી મનસુખભાઈ કોઠારી,  ભરતભાઈ જસાણી , ઉપપ્રમુખ  લતીતભાઈ ઠકકર અને કારાબારી સભ્યો તેમજ દેસાઈ પરિવારવતી ધર્મસભામાં ઉપસ્થિત ધીરૂભાઈ દેસાઈ, ભયંદરથી આવેલ મહાસુખભાઈ દેસાઈ આદિઓએ શાલ ઓઢાડી પૂજય શાસ્ત્ર દિવાકર ગુરૂદેવનું બહુમાન કરેલ હતું.

લીંબડી અજરામર સંપ્રદાયના કવિવર્ય ડો. વિરાગ ચંદ્રજી સ્વામીએ જન્મ દિવસની શુભેચ્છા સાથે આશીર્વાદ આપતા કહ્યું કે તમો નમ્રતા અને સરળતાના સહારે જિન શાસનની પ્રભાવના કરી જરૂર મોક્ષને પ્રાપ્ત કરશો. વાપી સ્થાનકવાસી જૈન સંઘે પૂજય સાહીત્ય પ્રેમી દેવેન્દ્ર મુનિ મહારાજ સાહેબના આગામી ચાતુર્માસની જય બોલાવેલ હતી.

આ પાવન પ્રસંગે બોરીવલી શ્રી સંઘના પ્રમુખ લતાબહેન કામદાર, બોરીવલીના એસ.કે. રિસોર્ટના માલિક સુરેશ તુરખીયા, સેવાભાવી ભરત મહેતા, કાંદીવલી દહાણુકરવાડી જૈન સંઘના પ્રમુખ શ્રીમતી મંજુલાબહેન દોશી સહીત અનેક પદાધિકારીઓએ ઉપસ્થિત રહી પોતાની શુભેચ્છાઓ વ્યકત કરેલ હતી.

શાસ્ત્ર દિવાકર પૂજય ગુરૂદેવે ફરમાવેલ કે તમારા બધાની શુભેચ્છાને સ્વીકારી મહાવિદેહ ક્ષેત્રમાં આવતો જન્મ લઈ યથાખ્યાત ચારિત્રને પામી તિન્નાણ તારયાણં બની મોક્ષને પામું.

અંતમાં શ્રી સંઘમાં ઉપપ્રમુખ લલિતભાઈ ઠકકરે આભારવિધિ કરી શાસ્ત્ર દિવાકર પૂજય ગુરૂદેવને હિંગવાલા સ્થાનકવાસી જૈન મોટા સંઘવતી ૫૦મી દીક્ષા જયંતી શ્રી સંઘમાં મનાવવાની જાહેર વિનંતી કરી જેને સંપૂર્ણ સંઘે પોતાનો સૂર પુરાવી વધાવી લીધી હતી.

(3:58 pm IST)