Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

ચેમ્બર અને ઉદ્યોગકારોએ MSME અંગે કરી રજૂઆત

રાજકોટ, તા. ૨૫ :. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પૂર્વ પ્રમુખ શિવલાલભાઈ બારસીયા તથા એમએસએમઈ કમિટી સભ્ય અમૃતભાઈ ગઢીયા દ્વારા ન્યુ દિલ્હીથી રાજકોટ ખાતે પધારેલ એમએસએમઈના સેક્રેટરી શ્રી મેજરસિંગ બુટ્ટા, જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કે.વી. મોરી, અધિકારી શ્રી ધડુક સહિતના ટીમની તા. ૨૪-૧૨-૨૦૧૯ના રોજ રૂબરૂ મુલાકાત લઈ એમએસએમઈને લગતા પ્રશ્નો અને સૂચનો રજુ કરવામાં આવેલ. જેમાં અન્ય રાજ્યોમાં આશરે ૧૭ જેટલા એમએસએમઈ સ્કિલ ડેવલોપમેન્ટ ટ્રેનીંગ સેન્ટરો કાર્યરત છે, પરંતુ સૌરાષ્ટ્રમાં એક પણ ટ્રેનીંગ સેન્ટર ન હોવાથી એમએસએમઈ ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન મળે, વેપારમાં વધુ વેગ મળે અને એમએસએમઈ ઉદ્યોગો ટ્રેનીંગ લઈ શકે તે ઉદ્દેશથી રાજકોટ ખાતે રૂ. ૨૦૦ કરોડની માતબર રકમના ખર્ચે અદ્યતન એમએસએમઈ સ્કિલ ડેવલોપમેન્ટ ટ્રેનીંગ સેન્ટર તથા  હોસ્ટેલ શરૂ કરવા માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન,  રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન, મેટોડા જીઆઈડીસી એસોસીએશન, હડમતાળા ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનોને સાથે રાખી એમએસએમઈ સ્કિલ ડેવલોપમેન્ટ ટ્રેનીંગ સેન્ટર માટે જગ્યાની પસંદગી તથા કામગીરી વહેલાસર શરૂ કરવા રજૂઆત કરવામાં આવેલ. તેના પ્રતિભાવમાં કેન્દ્ર સરકારશ્રી દ્વારા સકારાત્મક અભિગમ દર્શાવવામાં આવેલ છે. તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની અખબારી યાદીમાં જણાવેલ છે.

(3:57 pm IST)