Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

પોપટપરાના ચકચારી હમીદાબેન હત્યા કેસમાં બે આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ તા. રપઃ અહીંના પોપટપરામાં હામીદાબેનના મર્ડરના કેસમાં યાકુબ મોટાણી સહિતના નામો ખુલવા પામેલ જેમાં ૧પ દિવસમાં જ બે આરોપીઓના જામીન સેસન્સ કોર્ટએ મંજુર કરેલ છે.

આ કેસની વિગત જોઇએ તો આ કામના આરોપીઓએ એક સંપ કરીને સાહેદોને તથા હમીદાબેન સલિમભાઇ રૃંજા ઉ.વ. ૪પ રહે. પોપટપરા શેરી નં. ૧૪ ને ફરિયાદીના દીકરા અસ્પાકને માર મારેલ હોય જે જંકશન પ્લોટમાં ગંગા કંગન સ્ટોરમાં મારેલ તેવું શા માટે કરેલ તેવું કહીને કેસ પાછો ખેંચી લેવાનું કહી રસોઇ બનાવવાના કુકર વડે માથાના ભાગે માર મારતા અને અન્ય આરોપીએ પકડી રાખી ભૂંડાબોલી ગાળો આપી ઢીકા પાટુનો માર મારીને લાકડાના ધોકા વડે ફરિયાદી તથા સાહેદોને ઇજા કરી પોલિસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ કરેલ જેમાં તારીખ પ-૧ર-ર૦૧૯ના રોજ ફરિયાદી હામીદાબેનનું સારવાર દરમ્યાન મોત નીપજેલ. ફરિયાદી હામીદાબેનનું હોસ્પિટલમાં મોત થયા પહેલા પોતે જ ફરિયાદ નોંધાવેલ.

ફરિયાદ નોંધાવાયા બાદ મૃત્યું થતાં ચકચાર મચી જવા પામેલ. આ બનાવની રાજકોટના પ્રધ્યુમનનગર પોલિસ સ્ટેશનમાં ઇ.પી.કો.ની કલમ ૩૦ર, ૩ર૪, પ૦૪, ૧૧૪ તથા જી.પી. એકટની કલમ ૧૩પ મુજબ ગુનો દાખલ કરી યાકુબ મોટાણી તેની પત્ની, સાળી, અને અન્ય આરોપીઓની ધરપકડ કરી તમામ આરોપીઓને જેલ હવાલે કરેલા હતાં.

જેમાંથી હાલ રાજકોટ સેન્ટ્રલ જેલમાં રહેલા જાવિદ હનીફભાઇ સોઢા તથા યાસીન હનીફભાઇ સોઢાએ રેગ્યુલર જામીન પર છુટવા રાજકોટની સેસન્સ અદાલતમાં જામીન અરજી કરેલ.

કોર્ટે બંને પક્ષોના વકીલોની દલીલો તથા હાઇકોર્ટ-સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ ધ્યાને લઇને બંને આરોપીઓને રેગ્યુલર જામીન પર મુકત કરવાનો હુકમ રાજકોટની સેસન્સ અદાલતે કરેલ છે.

આ કેસમાં આરોપીઓ તરફે રાજકોટના વકીલ રૂપરાજસિંહ પરમાર, અજિત પરમાર, કુલદીપસિંહ બી. જાડેજા, ભરત સોમાણી, શિવરાજસિંહ ઝાલા, હનીફ કટારીયા, શકિત ગઢવી રોકાયેલ હતા.

(3:56 pm IST)