Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

સુર્યગ્રહણની જપ સાધના સર્વ પૂર્વગ્રહો હઠા ગ્રહોથી મુકત કરાવનારી બનશેઃ પૂ. પારસમુનિ

ઇ.સ. ૧૭૨૩ની ૭ જાન્યુઆરીના સુર્યગ્રહણ જેવા યોગ કાલે થનાર સુર્યગ્રહણમાં રચાશે

રાજકોટઃ તા.૨૫, ૨૯૬ વર્ષ પૂર્વે ઇ.સ. ૧૭૨૩,  ૭ જાન્યુઆરીના રોજ સુર્યગ્રહણના જેવા યોગ થયા હતા. તેવા યોગમાં ૨૬ ડિસેમ્બર ૨૦૧૯નું સુર્યગ્રહણ થઇ રહયું છે. જેમા અશુભ કરતા શુભ પ્રભાવ વધુ જોવા મળશે. સુર્યગ્રહણ ભારત, શ્રીલંકા, સઉદી અરબ, સુમાત્રા, ઉત્તર-પશ્ચિમ ઓસ્ટ્રેલીયા, અફઘાનીસ્તાન, પૂર્વી-આફ્રિકા મસ્તક આબુધાબીમાં દેખાશે.

 જયાં જયાં દેખાશે ત્યાં ત્યાં આર્થિક અને રાજનૈતિક સ્થિતિઓમાં વિચિત્ર ફેરફારો થવાની સંભાવનાઓ છે.

સુર્યગ્રહણ ધન રાશિમાં થઇ રહયું છે. જેના પ્રભાવમાં બધા નવે નવ ગ્રહ રહેશે. એમા સાત ગ્રહ સીધા સંપર્કમાં છે. ગ્રહણના દિવસે મુળ નક્ષત્ર છેે. મુળ નક્ષત્રના સ્વામી કેતુગ્રહ છે.કેતુ ધનમાં સ્થિત છે. તેમજ ધનરાશિમાં ૬ ગ્રહ ગોચરમાં સ્થિત છે. સુર્ય, ચંદ્ર, બુધ, બ્રહસ્પતિ શનિ અને કેતુ આ છ ગ્રહ ઉપર રાહુની પૂર્ણ દ્રષ્ટિ પણ રહેશે. આમા બે ગ્રહ બુધ અને બૃહસ્પતિ અસ્ત રહેશે.

આ સુર્યગ્રહણના પ્રભાવે દસદિવસની અંદર પ્રાકૃતિક આપદાઓ આવે તેવી સંભાવનાઓ ઉભી થઇ શકે છે. ગ્રહણના એક દિવસ પૂર્વે જ મંગળ રાશિ પરીવર્તન કરી વૃશ્વિક રાશિમાં પ્રવેશે છે.  વૃશ્વિક રાશિ જલતત્વની રાશિ છે. તેથી ભૂકંપ, સુનામી, બર્ફવર્ષા આદિ પ્રાકૃતિક આપદાઓ ઉભી થાય.

મંગળ અને બૃહસ્પતિ બંને સ્વગૃહી બને છે. ગ્રહણ સમયે સુર્ય અને ચંદ્ર બંને મુળનક્ષત્રમાં સ્થિત છે. તા.૨૬નું સુર્યગ્રહણ ખંડગ્રાસ સુર્યગ્રહણ છે. આ પૂર્ણ સુર્ય ગ્રહણ નથી. પરંતુ વલયાકાર સુર્યગ્રહણ છે. સુર્યગ્રહણથી અલગ અલગ રાશિમાં અલગ અલગ લાભ હાનિ, સ્વાસ્થ્ય, આર્થિક રીતે થશે. સુર્યગ્રહણ સમયે સુર્યનો ૯૭ % ભાગ ઢંકાશે.

અલગ અલગ સ્થાનોમાં સુર્યગ્રહણ પ્રારંભનો સમય અલગ અલગ રહેશે. અમદાવાદ ગ્રહણ પ્રારંભ ૮.૦૬, ગ્રહણનો મધ્ય સમય ૯.૨૨ ગ્રહણ સમાપ્તિ કાળ :  ૧૦.૫૨, ખંડગ્રાસ અવધિ : ૨.૪૫ મિનિટ મુંબઇ ગ્રહણ પ્રારંભ કાળ : ૮:૦૪ ગ્રહણનો મધ્ય સમય ૯:૧૯ ગ્રહણ સમાપ્તિકાળ :  ૧૦:૪૮, ખંડગ્રાસ અવધિ : ૨:૪૪ મિનિટ.

સુર્યગ્રહણ જોવા માટે સોલર ફિલ્ટર ચશ્મા અથવા એકસ-રે ફિલ્મનો ઉપયોગ કરવો આંખ માટે હિતાવહ છે. ૨૬ ડિસેમ્બર બાદ ૨૧ જુન ૨૦૨૦ના કંકણાકૃતિ સુર્યગ્રહણ થશે. ભારતમાં દેખાશે. તે સુર્યગ્રહણ મિથુનરાશિમાં થશે.

સુર્યગ્રહણ સમયે દરેક પોત-પોતાના ઇષ્ટ દેવનું સ્મરણ કરવું જોઇએ. સદ્ગુરૂ દ્વારા પ્રદત્ત મંત્રની જપ સાધના કરવાથી વિશિષ્ટ ફળ મળે છે. સુર્યદેવનું સ્મરણ જીવનમાં આત્મવિશ્વાસ, આત્મશકિત અને પોઝીટીવ એનર્જીનું પાવર હાઉસ બની રહે છે.

સુર્યોપનિષદનો મંત્રના સપૂટ જાપ કરવાથી સર્વશત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે. ગ્રહણ કાળ દરમિયાન સતત જપ સાધનામય રહેવુ. કોઇ આત્મા પ્રત્યે દ્વેષબુધ્ધી ન રાખવી સર્વ પ્રત્યે સ્નેહભાવ રાખવો.

વિદ્યાર્થીઓ પણ સુર્ય જપ સાધના કરે તો કોન્ફીડન્સ પાવર વધવાથી જીવનમાં સફળતા મેળવે છે. ડિપ્રેશન અને ટેન્શન તથા તનાવ અને ચિંતાથી મુકિત મળે છે.

સુર્ય મંત્ર જપ પૂર્વે ઁ સદ્ગુરૂદેવાય નમઃ ૧૦૮ વાર જપ કરવો બાદમાં સુર્યમંત્ર જપ પ્રારંભ કરવો. પૂર્વ દિશામાં મુખ રાખવું   ઁ રીમ ધૃણિ સુર્ય આદિત્યાય નમઃ રીમ ઁ જપ કરવો.

(3:56 pm IST)