Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

ભાજપે સુશાસન દિવસ મનાવ્યોઃ યુવા મોરચા દ્વારા ઠેરઠેર રકતદાન કેમ્પ

આજે સ્વ. અટલ બિહારી બાજપાઇ જન્મ જયંતીની ઉજવણી : ભોજલરામ વાડી, સંત કબીર રોડ એમેઝોન હોલ, ૧પ૦ ફુટ રીંગ રોડ, રૈયા સર્કલ ખાતે ક્રિસ્ટલ કોર્નર બીલ્ડીંગ, ૧પ૦ ફુટ રીંગ રોડ, ઉમીયાજી ચોક, શકિત હોટલ પાસે બહોળી સંખ્યામાં રકતદતાઓએ રકતદાન કર્યુ

રાજકોટ તા. રપ :.. આજે તા. રપ ડીસેમ્બરના રોજ ભારતરત્ન અને દેશના પુર્વ વડાપ્રધાન સ્વ. અટલ બીહારી બાજપાયીજીની જન્મ જયંતિ ઉજવણી અંતર્ગત શહેર ભાજપે સુશાસન દિવસ મનાવ્યો હતો.

રકતદાન એ મહાદાનને ખરા અર્થમાં સાર્થક કરવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રદિપ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયાની આગેવાનીમાં શહેર યુવા ભાજપ દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હોય આ માનવ સેવાના ઉમદા કાર્યમાં રકત આપી અન્ય માનવ જીંદગીને બચાવવા અને શહેરીજનોમાં રકતદાન પ્રત્યુ વધુને વધુ જાગૃતતા કેળવાય એ માટે વિધાનસભા-૬૮ માં ભોજલરામ વાડી, સંત કબીર રોડ ખાતે તેમજ વિધાનસભા -૬૯ માં એમેઝોન હોલ, ૧પ૦ ફુટ રીંગ રોડ, રૈયા સર્કલ ખાતે અને વિધાનસભા ૭૦-૭૧ માં ક્રિસ્ટલ કોર્નર બીલ્ડીંગ, ૧પ૦ ફુટ રીંગ રોડ, ઉમીયાજી ચોક, શકિત હોટલ પાસે રકતદાન કેમ્પ યોજવામાં આવેલ. જેમાં ૪પ૦ થી વધુ રકતદાતાઓએ રકતદાન કરી 'રકતદાન એ મહાદાન'ના સુત્રને સાર્થક કર્યુ હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ગુજરાત મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, લાખાભાઇ  સાગઠીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ,. પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પ્રફુલ કાથરોટીયા, મનીષ ભટ્ટ, કંચનબેન સિધ્ધપુરા, દીવ્યરાજસિંહ ગોહીલ, વિક્રમ પુજારા, મહેશ રાઠોડ, સંગીતાબેન છાયા, અનિલભાઇ પારેખ, ડે.મેયર અશ્વીન મોલીયા, દલસુખ જાગાણી, પુષ્કર પટેલ, સુરેન્દ્રસિંહ વાળા, મનીષ રાડીયા, રૂપાબેન શીલુ, શીલ્પાબેન જાવીયા, અંજનાબેન મોરજરીયા, દુર્ગાબા જાડેજા, આશીષ વાગડીયા, વીજયાબેન વાછાણી, પ્રદીપ નીર્મળ, હીરેન સાપરીયા, વીરેન્દ્ર ભટ્ટ, જયરાજસિંહ જાડેજા, અતુલ પંડીત, દશરથભાઇ વાળા, ભાવેશ ટોયટા, સી.ટી.પટેલ, કાનાભાઇ ઉધરેજા, દીનેશ ચૌહાણ, દીલીપ લુણાગરીયા, રમેશ અકબરી, ઘનશ્યામ કુગશીયા, દુષ્યંત સંપટ, વિરમ રબારી, અશ્વીન પાંભર, કાથડભાઇ ડાંગર, તેજશ જોષી, જાગૃતીબેન ઘાડીયા, રીટાબેન પટેલ, જાગૃતીબેન ભાણવડીયા, હર્ષીદાબેન કાસુન્દ્રા, રીટાબેન જોષી, નિશ્ચલ જોષી, શૈલેષ શાહ, ગૌતમ ગોસ્વામી, અનીતાબેન ગોસ્વામી, કીરણબેન હરસોડા, રસિકભાઇ કાવઠીયા, મનસુખભાઇ વેકરીયા, વિજય ટોળીયા, કેતન વાછાણી, ધીરૂભાઇ તળાવીયા, શૈલેષ ડાંગર, સંજય પીપળીયા, સંજયસિંહ રાણા, રવીભાઇ હમીરપરા, અનીષ જોષી, નરેન્દ્ર કુબાવત, પરેશ સખીયા, જયદીપસિંહ જાડેજા, ગેલાભાઇ રબારી, મનસુખ જાદવ, કીન્નરીબેન ચૌહાણ, કોમલબેન ખીરા, નયનાબેન પેઢડીયા, મહેશ બખવાર, નાનજીભાઇ પારઘી, ભાર્ગવ મિયાત્રા, પવુભા ખાચર, દિલીપસિંહ, રાજુભાઇ સિધ્ધપરા, ચંદુભાઇ ભંડેરી, હેમાંગ પીપળીયા, તેજસ પ્રજાપતી, જયેશ ભાનુશાળી, ડો.અલ્પેશભાઇ મોરઝરીયા, પરેશ ધોકીયા, કૌશીકભાઇ જગતીયા, હાર્દીક બોરડ, આનંદ મકવાણા, નિમેષ સિધ્ધપુરા, જયદીપ ગઢવી, ભાવીનભાઇ ચોટલીયા સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

આ રકતદાન કેમ્પને સફળ બનાવવા શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રદિપ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયાના માર્ગદર્શન હેઠળ યુવા મોરચાના હીતેશ મારૂ, અમીત બોરીચા, સતીષ ગમારા, કુલદીપસિંહ જાડેજા, પુર્વેશ ભટ્ટ, વ્યોમ વ્યાસ, પાર્થરાજસિંહ ચૌહાણ, હીરેન રાવલ, જયરાજસિંહ જાડેજા, નાગજીભાઇ વરૂ, ભાવેશ ટોયટા, અભય નાંઢા, લોખીલ, હીતેશ ગોહેલ, હેમાંગ પટેલ, મીલન પટેલ, જસ્મીન મકવાણા, વીમલ ઠોરીયા, સંજય વાઢેર, જયેશ બોરીચા, અનીરૂધ્ધ ધાંધલ, શૈલેષ હાપલીયા, હાર્દીક ટાંક, વીનોદ કુમારખાણીયા, હીરેન સોજીત્રા, જયપાલ ચાવડા, હીતેશ ઢોલરીયા, જય ગજજર, મીલન હીરપરા, કૌશલ ધામી, મેહુલ પટેલ, કેયુર મશરૂ, યશ પટેલ, દેવ ગજેરા, શુભમ વાઘેલા, અવિ મકવાણા, દીગ્વીજસિંહ જેઠવા, કરન જોગરાણા, રાણાભાઇ ગોજીયા,  સહીતનાએ જહેમત ઉઠાવી હતી..

(3:55 pm IST)