Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

ગજજર સુથાર સમાજના સમુહલગ્ન અંતર્ગત મહિલા પાંખની બેઠક

રાજકોટઃ ગજજર સુથાર સમાજ ગુજરાતનો ૧૩મો સમુહ લગ્નોત્સવ ૯ ફેબુઆરી ધર્મજ જલારામ મંદિર ખાતે યોજવામાં આવ્યો છે. તેના આયોજન અંગે રાજયસ્તરીય બેઠક વડોદરા હોટલ ઉત્સવ ખાતે ઠાકોર મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જયશ્રીબેન ગજજર અને મીનાક્ષીબેન મિસ્ત્રી એ દિપ પ્રાગટયથી કાર્યક્રમ શરુ કરેલ. આ પ્રસંગે રચનાબેન, જાગૃતિબેન, ઉર્મિલાબેન, વસુબેન, પદ્માબેન, નિકિતાબેન તથા જયોતિબેન વિ. મહિલા પાંખની બહેનો ઉપસ્થિત રહેલ. બેઠકમાં ૧૬ યુગલોને ચીજવસ્તુ અને ભેટના નામની નોંધણી કરાવવામાં આવેલ. બેઠકનું સંચાલન સંજયભાઇ ગજજર અને જાગૃતિબેન મિસ્ત્રીએ કર્યું હતુ.  વધુ માહિતી માટે મો. ૯૮૨૫૮ ૧૫૬૫૭  ઉપર સંપર્ક કરી શકાય છે.

(3:54 pm IST)