Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

પૂ.દેવુભગતના જન્મદિને જાન્યુઆરીમાં સોરઠીયા રાજપૂત સમાજના નિઃશુલ્ક સમૂહલગ્નોત્સવ

સંપૂર્ણાનંદજી રજપૂત ફાઉન્ડેશન દ્વારા વિજયભાઈ ચૌહાણના નેજા હેઠળ આયોજન : ૧૫ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે : કરીયાવરમાં ૧૭૫થી વધુ ગૃહઉપયોગી વસ્તુઓ અપાશે : સ્વચ્છતા - વ્યસનમુકિતનો સંદેશ

રાજકોટ, તા.૨૫ : પ્રાતઃસ્મરણીય પૂ.દેશળ ભગત, વિરલ વિભૂતિ પૂ.સંપૂર્ણાનંદજી બાપુ તથા મહામુકતરાજ સંત પૂ. દેવુ ભગતની પ્રેરણાથી તેમજ વિવિધ દાતાઓના સાથ સહકારથી સોરઠીયા રાજપૂત સમાજની ૧૫ દીકરીઓનો જાજરમાન નિઃશુલ્ક સમૂહલગ્નોત્સવ - ૨૦૨૦ આગામી તા.૩૦ જાન્યુ.ના ગુરૂવારના વસંત પંચમી (પૂ.દેવુ ભગતનો જન્મદિવસ)ના રોજ જીવંતિકાનગર ગ્રાઉન્ડ દેશળદેવ ચોક પાસે ગાંધીગ્રામ રાજકોટ ખાતે યોજાનાર છે. પ્રવર્તમાન સમયની મોંઘવારીમાં જયાં બે છેડા ભેગા કરવા મુશ્કેલ છે. તેવા સમયે પૂ.સંપૂર્ણાનંદજી બાપુ આજ્ઞાનુસાર સોરઠીયા રાજપૂત સમાજના પ્રમુખ વિજયભાઈ ચૌહાણ તથા મહેશભાઈ ચૌહાણ ટીમ સોરઠીયા રાજપૂત સમાજ માવતર બનીને દીકરા કે દીકરીના વાલી પાસેથી એક પણ રૂપીઓ લીધા વગર દાતાઓના સહયોગથી નિઃશુલ્ક સમૂહલગ્નોત્સવ વર્ષોવર્ષ યોજાતા હોવાનું સમાજના આગેવાનોએ જણાવ્યુ હતું.

આ સમૂહલગ્નોત્સવ ૨૦૨૦માં નવદંપતિને સ્વચ્છતા અભિયાન, વ્યસન મુકિત, જળ બચાવો, પર્યાવરણ બચાવો, વડીલોનો આદર કરવો વિ. શીખ સાથે ૧૭૫થી વધુ ગૃહઉપયોગી ચીજ વસ્તુઓ અપાશે. વધુ માહિતી માટે હકાભાઈ ચૌહાણ (મો. ૯૮૨૪૨ ૮૬૬૧૬), મુકુંદભાઈ રાઠોડ (મો.૯૪૨૮૨ ૮૬૮૬૮), દેવાંગ ડોડીયા (મો.૮૨૦૦૩ ૧૪૦૬૪), અશોકભાઇ કેશોર (મો.૯૪૨૬૭ ૩૪૩૭૯), પ્રતાપભાઈ ચૌહાણ (મો.૯૩૨૦૨ ૬૧૨૭૯)નો સંપર્ક કરવા જણાવાયુ છે. સમૂહલગ્નોત્સવમાં ભાગ લેનાર કન્યા (દીકરી) માટે ગીત - સંગીતના સથવારે મહેંદી રસમનો કાર્યક્રમ ફકત બહેનો માટે સમાજની વાડીએ તા.૨૮ જાન્યુ.ને મંગળવારના રોજ બપોરે ૨ વાગ્યાથી રાખવામાં આવેલ છે.

શ્રી સંપૂર્ણાનંદજી રજપૂત ફાઉન્ડેશન - રાજકોટ પ્રેરીત અને સોરઠીયા રાજપૂત યુવા શકિત ગ્રુપ, રાજકોટ આયોજીત આ સમૂહલગ્નોત્સવ ૨૦૨૦ને સફળ બનાવવા સમૂહલગ્નોત્સવ પ્રમુખ વિજયભાઈ ચૌહાણ, સમૂહલગ્નોત્સવ સમિતિના પ્રમુખ હકાભાઈ ચૌહાણ, સોરઠીયા રજપૂત યુવા શકિત ગ્રુપના પ્રમુખ પ્રતાપભાઈ ચૌહાણના માર્ગદર્શનમાં કાર્યકર્તાઓની ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે. ઉદ્દઘોષક તરીકે કિશોરભાઈ ડોડીયા અને શીતલબેન ચૌહાણ (આરજે રેડીયો મીર્ચી) સેવા આપશે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:53 pm IST)