Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

ચાણકય વિદ્યામંદિરના વાર્ષિકોત્સવમાં વિવિધતામાં એકતાને ઉજાગર કરતી કૃતિઓ રજુ રજુ

રાજકોટ : ચાણકય વિદ્યામંદિર દ્વારા 'સ્પંદન' શીર્ષકતળે યોજાયેલ વાર્ષિકોત્સવમાં પ્લે હાઉસથી લઇને ધો.૧૧ સુધીના ૨૫૩ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં વિવિધતામાં એકતા રજુ કરતી કૃતિઓ પ્રસ્તુત થઇ હતી. ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી આ કૃતિઓથી દર્શકો દંગ થઇ ગયા હતા. વાર્ષિકોત્સવની શરૂઆત પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નેરન્દ્રસિંહ ઠાકુરના હસ્તે દીપ પ્રાગટયથી કરવામાં આવેલ. જેમાં શાળાના મેનેજીંગ ટ્રસ્ટી પ્રવીણભાઇ રૂપાણી, ટ્રસ્ટી દીપાબેન દેસાઇ, નિયામક નિલેશભાઇ દેસાઇ, ઓજસભાઇ ખોખાણી, સામાજીક કાર્યકર રાજુભાઇ જુંજા, આચાર્યશ્રી હર્ષિદાબેન આરદેશણા, ચંદ્રકાન્તભાઇ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોના સ્વાગત બાદ શાળાના મેનેજીંગ ટ્રસ્ટી પ્રવિણભાઇ રૂપાણીએ સંસ્થાકીય પરીચય રજુ કરેલ. મુખ્ય મહેમાન તરીકે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલના હસ્તે ચાણકય રત્ન એવોર્ડ એનાયત કરાયા હતા. જેમાં શ્રીમતી માલતીબેન અગ્રવાલ, ટ્રસ્ટીઓ તેમજ આચાર્યશ્રી પણ સાથે જોડાયા હતા. આ ચાણકય રત્ન મેળવનાર વિદ્યાર્થીઓમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના ગોહેલ ક્રિષ્ના અને ચૌહાણ સુજલ તેમજ માધ્યમિક વિભાગના આંબલિયા હાર્દી તથા ગોરવાડીયા રોહન તેમજ ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં જોબનપુત્રા વિશાખા તથા બગથરીયા દેવાંશ, પ્રાથમિક વિભાગમાં માંડલીયા નંદીની, પાટડીયા પ્રિયાંશ, ભુવા ધ્યેય, ગુરૂબક્ષાણી નિકિતા હકદાર બન્યા હતા. છેલ્લે રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કરાયુ હતુ.

(3:52 pm IST)