Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

મેરા ટેલેન્ટ મેરી પહેચાન : મહાત્મા ગાંધી ટ્રસ્ટની શાળાઓ વચ્ચે ટેલેન્ટ સ્પર્ધા

રાજકોટ : મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત 'મેરા ટેલેન્ટ મેરી પહેચાન' અંતર્ગત જુદી જુદી સ્પર્ધાઓ બાલભવન ખાતે યોજવામાં આવી રહી છે. જેમાં ટેલેન્ટ સ્પર્ધા યોજવામાં આવતા પ્રાથમિક વિભાગમાં પ્રથમ લાલબહાદુર શાસ્ત્રી ઇંગ્લીશ મીડીયમના વિદ્યાર્થીની જોષી નિયતિ, દ્વીતીય લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયના વિદ્યાર્થી વાઘેલા તરૂણ, તૃતીય સદ્દગુરૂ પ્રાથમિક શાળાના ઝાલા હર્ષદીપ અને બેસ્ટ ટેલેન્ટ તરીકે લાલબહાદુર શાસ્ત્રી ઇંગ્લીશ મીડીયમના વિદ્યાર્થીની સ્મ્નતા બીદીષા જાહેર થયેલ. માધ્યમિક વિભાગમાં પ્રથમ માં આનંદમય કન્યા વિદ્યાલયમના વિદ્યાર્થીની જાડેજા કિંજલબા, દ્વીતીય માતૃમંદિર ઇંગ્લીશ મીડીયમના વિદ્યાર્થી છાંટબાર અભિષેક, તૃતીય માતૃમંદિર ઇંગ્લીશ મીડીયમ વિદ્યાર્થી શેખ સજાન અને બેસ્ટ ટેલેન્ટ તરીકે લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયના વિદ્યાર્થી શીંગાળા સોમિત અને વાળા લકકી જાહેર થયા હતા. ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયના વિદ્યાર્થી ધાનોયા વાલો, દ્વીતીય કસ્તુરબા હાઇસ્કુલના વિદ્યાર્થીની પાનેલીયા વિશ્વા અને તૃતીય લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયના વિદ્યાર્થીની પરમાર રિધ્ધિ તેમજ બેસ્ટ ટેલેન્ટ તરીકે લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયના વિદ્યાર્થીની સરવૈયા તૃપ્તિ જાહેર થયેલ. જયારે કોલેજ વિભાગમાં પ્રથમ શ્રીમતી જે. જે. કુંડલિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થી ભટ્ટી રાહુલ, દ્વીતીય લાભુભાઇ ત્રિવેદી એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થી ભેડા તુષાર, તૃતીય એમ. જે. કુંડલીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીની પરમાર મનાલી, બેસ્ટ ટેલેન્ટ તરીકે શ્રીમતી જે. જે. કુંડલીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીની ઘેડીયા નીધી જાહેર થયેલ. સમગ્ર સ્પર્ધાનું સંચાલન ભરતસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ લાલબહાદુર કન્યા વિદ્યાલયએ કર્યુ હતુ. ટેલેન્ટ સ્પર્ધાના નિર્ણાયક તરીકે પ્રદીપભાઇ દવે, શાહ, રમણીકભાઇ માલેકીયા, ગીરાબેન મહેતાએ સેવા આપેલ. સમગ્ર કાર્યક્રમમાં મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી મનસુખભાઇ જોષી, ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી, ભગીની સંસ્થાના આચાર્યશ્રીઓએ ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો.

(3:52 pm IST)