Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

પ્રિમીયર સ્કુલનો શાનદાર વાર્ષિકોત્સવ

રાજકોટઃ હેમુ ગઢવી હોલ ખાતે રાજકોટની પ્રથમ હરોળની પ્રીમિયર સ્કૂલ દ્વારા ધો. ૬ થી ૧ર માટે ભવ્ય વાર્ષિક ઉત્સવ યોજવામાં આવેલ જેમાં શાળાના ધો. ૬ થી ૧ર ના આશરે પપ૦ વિદ્યાર્થીઓ ભાગ લઇને સ્કૂલને પ્રતિષ્ઠિત કરી છે. વિવિધ રંગારંગ કાર્યક્રમનું આયોજન કરેલું જેમાં સ્વચ્છ ભારતનું નાટકથી લઇને વિવિધ ડાંસના કાર્યક્રમો હતા. રમત ગમતથી માંડીને શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ. વાલી અને વિદ્યાર્થીઓ માટે એક સંસ્મરણ બની રહેલ, કાર્યક્રમ પૂર્વ ડે. મેયર ડો. દર્શિતા શાહ, ડો. હિરેન કોઠારી, કોર્પોરેટર દેવાંગ માંકડ અને વેદાંતા હોસ્પિટલના ડો. પારસ શાહે હાજરી આપી હતી. ડો. મનન જોશી, નેહા દેસાઇ મેડમ, મુકેશ તિવારી, નીરવ બદાણી દ્વારા સંચાલિત પ્રીમિયર સ્કૂલનો આ ભવ્ય પ્રસંગ તેમના માર્ગદર્શન હેઠળ સરળ રીતે પૂર્ણ થયો હતો. તે સમયની તસ્વીર.

(3:51 pm IST)