Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

સી.એ. સ્ટુડન્ટ એસો. દ્વારા કોન્ફરન્સ

રાજકોટ બ્રાંચ ઓફ વેસ્ટર્ન ઇન્ડીયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ સ્ટુડન્ટસ એસોસીએશન દ્વારા વિદ્યાર્થીઓના વિકાસ માટે યોજવામાં આવતા વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે તાજતેરમાં બે દિવસીય કોન્ફરન્સ યોજવામાં આવી હતી. સી.એ. ભવન ખાતે યોજાયેલ આ કોન્ફરન્સનું ઉદ્દઘાટન ભુતપૂર્વ પ્રેસીડેન્ટ સી.એ. અમરજીત ચોપરા, બોર્ડ ઓફ સ્ટડીઝના વાઇસ ચેરમેન સી.એ. દુર્ગેશ કાબરા, આઇ.સી.એ.આઇ.ના સેન્ટ્રલ કાઉન્સીલ મેમ્બર સી.એ. અનિકેત તલાટી,  આઇ.સી.એ.આઇ.ના ભુતપૂર્વ કાઉન્સીલ મેમ્બર સી.એ. મહેશ શારડા, કાન્સીલ મેમ્બર નાગપુરથી સી.એ. અભિજીત કેલકર, મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ, દિલ્હીથી સી.એ. ડો. ગૌરવ ગુપ્તા, મુંબઇથી સી.એ. યજ્ઞેશ દેસાઇ, મુંબઇથી દેવાંગ કારીયા, અમદાવાદથી સી.એ. પ્રજ્ઞા મોહન ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, બિઝનેશને લગતા કાયદા, એકાઉન્ટીંગ, ઓડીટીંગ સ્ટાન્ડર્ડ, ઇન્કમ ટેક્ષ અને જીએસટી જેવા અલગ અલગ વિષયોની માહીતી આપી હતી. કોન્ફરન્સને સફળ બનાવવા રાજકોટ બ્રાન્ચના સ્ટુડન્ટ એસો.ના ચેરપર્સન સી.એ. દિપ્તી સવજાણી, વાઇસ ચેરમેન વત્સલ કામદાર, ટ્રેઝરર અક્ષય મુંગપરા, સેક્રેટરી કૌશલ સોમમાણેક, એક્ષ ઓફીસીસો સી.એ. ધવલ દોશી, કમીટી મેમ્બર્સ મનન ગોકાણી, આરતી ફટાણીયા, નૈમીશ દુધાત્રા, તન્વી દફતરી, રક્ષિત પાબારી, શ્યામા સોમૈયાએ જહેમત ઉઠાવી હતી.

(3:50 pm IST)