Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

શ્રેયા જોશીનું સુવર્ણચંદ્રકથી સન્માન

રાજકોટ : ગુજરાત હોમિયોપેથીક કાઉન્સીલ દ્વારા નેશનલ કોન્ફરન્સ તેમજ ગુજરાતની દરેક યુનિ.માં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓનુ સન્માન કરેલ. આ પ્રસંગે રાજકોટ હોમિયોપેથીક મેડીકલ કોલેજની વિદ્યાર્થીની શ્રેયા જોશી કે જેણે સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા એપ્રિલ ૨૦૧૮માં લેવાયેલ ચતુર્થ વર્ષ બીએચએમએસની પરીક્ષમાં પ્રથમ સ્થાન મેળવી સુવર્ણચંદ્રક મેળવેલ. તેનુ ગુજરાત હોમિયોપેથીક કાઉન્સીલના રજી. શ્રી ઉપાધ્યાયના હસ્તે સુવર્ણચંદ્રક તથા પ્રમાણપત્ર આપી સન્માન કરેલ. આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ ડો.મહેતા તથા અન્ય સ્ટાફ ઉપસ્થિત રહેલ.

(3:50 pm IST)