Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

કાબા ગાંધીના ડેલાની મુલાકાતે ગવર્નર આચાર્ય દેવવ્રતજી

રાજકોટ  : ગુજરાત રાજયનાં રાજયપાલ શ્રી દેવવ્રત આચાર્યએ તાજેતરમાં ગાંધીજીના બાલ્યકાળનાં નિવાસસ્થાન કબા ગાંધીના ડેલાની મુલાકાત લીધેલ હતી. રાજયપાલશ્રી કબા ગાંધીના ડેલાની મુલાકાત દરમ્યાન રાજકોટના મ્યુ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ, મેયર બીનાબેન આચાર્ય, ગાંધી સ્મૃતિ ટ્રસ્ટના ટ્રસ્ટિ વિનોદભાઇ ગોસલીયા, મનસુખભાઇ જોષી તથા મંત્રી શ્રી અલ્પનાબેન ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહેલ. મુલાકાત દરમ્યાન શ્રી દેવ્રત આચાર્યએ વિઝીટ બુકમાં પણ નોંધ કરી હતી.

(3:49 pm IST)