Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

ગ્રાહક જાગૃતિ- સુરક્ષા માટે કાર્ય કરવા પ્રતિજ્ઞાબધ્ધઃ સંપર્ક ઝુંબેશ શરૂ

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિનની ઉજવણી

રાજકોટ,તા.૨૫: રાજકોટ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના ઉપક્રમે જયુબિલી બાગમાં આવેલ મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે ગ્રાહક જાગૃતિ અને સુરક્ષા માટે કામ કરવા સંકલ્પ જાહેર કરી પ્રતિજ્ઞાબધ્ધ બની ગ્રાહક સંપર્ક ઝુંબેશનો પ્રારંભ કર્યો હતો.

મંડળના પ્રમુખ યશવંતભાઈ જનાણીના નેતૃત્વમાં ગ્રાહક સુરક્ષા અને સંગઠન માટે કામ કરવા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ પ્રસંગે મંડળના મહામંત્રી રાજેશભાઈ ગોંડલીયા, મુખ્ય સંયોજક હિંમતભાઈ લાબડીયા, શહેર શાખાના પ્રમુખ મહેશભાઈ મહેતા, કાર્યક્રમ સંયોજક દિલીપભાઈ કલોલા, નટવરસિંહ ચૌહાણ, પ્રનંદભાઈ કલ્યાણી ઉપરાંત શહેરના અગ્રણી સર્વશ્રી મ્યુ.કોર્પો.ના વિરૂધ્ધ પક્ષના નેતા મનસુખભાઈ કાલરીયા,  પ્રા.જે.એમ.પનારા, જીમ્મીભાઈ અડવાણી, જનાર્દનભાઈ પંડયા, હસમુખભાઈ સોલંકી, મહેશભાઈ નગદીયા, એચ.એ.નાકાણી ઉપરાંત ચૌધરી હાઈસ્કુલના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતાં. પ્રતિજ્ઞા વાંચન લોક સાહિત્યકાર શાંતિલાલ ચનીયારાએ કરેલ. તેમ યશવંત જનાણી (મો.૭૪૦૫૨ ૯૧૯૦૯)એ જણાવ્યું છે.

(3:47 pm IST)