Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

આર્મ્ડ ફોર્સીસ મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવતો ઉત્કર્ષ સ્કુલનો અનીષ ત્રિવેદી

ન્યુરોલોજીસ્ટ ડો.નિમિષભાઇ ત્રિવેદીના સુપુત્ર અનીષની અનેરી સિધ્ધી

રાજકોટઃ આર્મ્ડ ફોર્સીસ મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવતો અનીષ ત્રિવેદી સાથે ઉત્કર્ષ સ્કુલના હિમાંશુ નથવાણી નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૨૫: વર્ષ ર૦૧૯ના મેડીકલ માટેની પ્રવેશ પરીક્ષા NEET ના પરીણામમાં ઉત્કર્ષ સ્કુલ ઓફ એકસલન્સના વિદ્યાર્થી ત્રિવેદી અનિશે ૭ર૦માંથી ૬૦૦ માર્કસ મેળવી નેશનલ રેન્ક પ્રાપ્ત કરી શાળા તથા પરીવારનું ગૌરવ વધારેલ.

ત્યાર બાદ અનીષનું બાળપણથી જ સ્વપ્ન હતું કે કોઇ પણ પ્રકારે ઇન્ડીયન આર્મીમાં જોડાઇ અને રાષ્ટ્ર માટે પોતાનું જીવન સમર્પીત કરવું. NEET માં ઝળહળતી સફળતા મેળવેલ અનિષે ગુજરાતમાં કોઇ પણ મેડકીલ કોલેજમાં પ્રવેશ મેળવી અને અન્ય વિદ્યાર્થીઓની જેમ મેડીકલ ક્ષેત્રમાં કારકીર્દી ઘડી શકતો હતો પરંતુ ડો.માતા-પિતાના એક માત્ર પુત્ર અનિષે એક અલગ જ કેડી કંડારી અને ઘણાબધા વિદ્યાર્થીઓને એક નવી રાહ બતાવી છે.  આર્મ્ડ ફોર્સીસ મેડીકલ કોલેજની પસંદગી પરીક્ષા ખુબ જ અઘરી હોય છે. સૌ પ્રથમ તો વિદ્યાર્થી NEET માં નેશનલ રેકીંગ પ્રાપ્ત કરેલો હોવો જોઇએ અને આ ઉપરાંત શારીરીક માપદંડમાં અને શારીરીક પરીક્ષામાં પણ ઉતીર્ણ થયેલો હોવો જોઇએ. AFMC દ્વારા ઇન્ડીયાના કુલ ૧૭૦૦ NEET ના ટોપર્સને ઇન્ટરવ્યું માટે બોલાવવામાં આવેલ હતા. તેમાં અનિષે ઇન્ડીયા લેવલે પ૬ મું સ્થાન મેળવેલ છે. અને સમગ્ર ગુજરાતમાંથી પસંદગી થયેલ હોય તેવો તે એક માત્ર વિદ્યાર્થી છે.

અનિશના પિતા ખ્યાતનામ ન્યુરોલોજીસ્ટ ડો. નિમિશભાઇ ત્રિવેદી તથા ગાયનેકોલોજીસ્ટ માતા શ્રીમતી બીનાબેન ત્રિવેદીનો પુત્ર છે. અનિશ પોતાની સફળતાનું તમામ શ્રેય ઉત્કર્ષ સ્કુલ અફ એકસલન્સ અને તેના માતા-પિતાને આપતા જણાવે છે કે સ્કુલની ફેકલ્ટીઝનો વિદ્યાર્થીઓ સાથેનો વ્યકિતગત સંપર્ક, પરીક્ષા આયોજન અને દરેક પરક્ષાઓ પછી અપાતું ફલોઅપવર્કે અનિશની કારકીર્દીને ચાર ચાંદ લાગાવી દીધા છે.

(3:47 pm IST)