Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

રાજકોટ તાલુકાના કુચિયાદડ અપહરણના કેસમાં સજા પામેલ આરોપીઓનો છુટકારો

નીચેની કોર્ટે સજા કરતાં આરોપીઓએ અપીલ કરી હતી

રાજકોટ તા. રપઃ રાજકોટ તાલુકાના કુચિયાદડના અપહરણ કેસમાં સજા પામેલ તમામ આરોપીનો રાજકોટની સેસન્સ કોર્ટમાં થયેલ અપીલમાં છુટકારો અદાલતે ફરમાવેલ છે.

રાજકોટ તાલુકાના કુચિયાદડના રમેશ છગન પાદરીયા અને તેના ભાઇઓ દિનેશ, રસીક, અને ચંદુભાઇનું અપહરણ બાજુના ગામના ચતુરભાઇ નાનજીભાઇની પત્ની હંસાબેનને જીપમાં કૌટુંબીક વિવાદમાં ઉપાડી જઇ અપહરણ તેમજ ઇ.પી.કો.ક. ૩૬૩, પ૦૪, પ૦૬(ર), ૧૧૪ મુજબ રાજકોટના ચિફ જયુડી. મેજી. એ તમામ આરોપીઓને ર૦૦૭ના બનાવમાં પાંચ પાંચ વર્ષની સજા અને રૂ. પ૦૦૦/- પ્રત્યેકને દંડનો હુકમ કરેલ.

આ સજાના હુકમ સામે ભરત ગાજીપરા, નિલેષ ભટ્ટ (એડવોકેટ) જુનાગઢ તેમજ રાજકોટના એડવોકેટ બાવડીયાએ રાજકોટની સેસન્સ કોર્ટમાં અપીલ અરજી દાખલ કરેલ, રાજકોટના એડી. સેસન્સ જજ ડી. કે. દવેની કોર્ટમાં તાજેતરમાં હાઇકોર્ટ સુપ્રિમ કોર્ટના વિવિધ ચુકાદાઓ ટાંકી તેમજ નીચેની કોર્ટમાં સજાના હુકમમાં રહેતી ખામીઓની છણાંવટ કરી રજુઆત કરતા રાજકોટના ૧૧ મા એડી. જજ શ્રી દવે દ્વારા તમામ આરોપીઓને અપહરણના કેસમાં પાંચ વર્ષની સજામાંથી અને દંડની રકમ માંથી મુકતી આપી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

(3:40 pm IST)