Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

પૂ.ગજેન્દ્રમુનિ મ.સા.- પૂ.ઉષાબાઈ મ.સ.ની નિશ્રામાં નૂતન જય- વિજય પુણ્યસ્મૃતિ મહોત્સવ સંપન્ન

આજે સંઘાણી સંપ્રદાય એક 'માં'ની ખોટ અનુભવી રહ્યો છેઃ અશોકભાઈ કોઠારી

રાજકોટ,તા.૨૫: ગોંડલ સંપ્રદાયના તપસમ્રાટ પૂ.ગુરૂદેવ શ્રી રતિલાલજી મ.સા.ના સુશિષ્ય તપસ્વીરાજ ૪૨ વર્ષથી સળંગ વર્ષીતપના આરાધક પૂ.ગુરૂદેવશ્રી ગજેન્દ્રમુનિ મ.સા.એવં ગોંડલ સંઘાણી સંપ્રદાયના પૂ.ઉષાબાઈ મ.સ.આદિ સતીવૃંદની નિશ્રામાં તા.૨૪ના શ્રી સંઘાણી સ્થા.જૈન સંઘ- ગોંડલના આંગણે નૂતન જય-વિજય પુણ્યસ્મૃતિ મહોત્સવ પૂર્ણ થયો.

આ અવસરે પૂ.ગજેન્દ્રમુનિ મ.સાહેબે જય- વિજય મહાસતીજી (માં સ્વામી)ના ગુણાનુવાદ કરી સ્મૃતિઓનું સ્મરણ કરાવ્યુ. પૂ.અવનીબાઈ મ.સ.એ પોતાના અહોભાવ દર્શાવેલ તેમજ પૂ.હિનાબાઈ મ.સ.એ બેસ્ટ ઈન્વેસ્ટ ગુરૂભકિત  તેમજ રીયલ પ્રોફીટ ગુરૂરાજી૫ો માં સ્વામીને જે ગમતુ હતુ તે જ કરીએ તો સાચી પુણ્યતિથિ ઉજવી કહેવાય.

આ અવસરે સંઘાણી સંપ્રદાય પ્રમુખ અશોકભાઈ કોઠારીએ જણાવેલ કે માં સ્વામીને કયારેય પણ કોઈના પર ગુસ્સો કરતા જોયા નથી. તે હર હંમેશ પ્રસન્ન જ રહેતા. આજે સમગ્ર સંપ્રદાય એક 'માં'ની ખોટ અનુભવી રહ્યો છે.

આ પ્રસંગે ગોંડલ સંઘાણી સંઘના સર્વ કર્મચારીઓને રૂ.૨૨૫૦થી બહુમાન કરાયેલ. સંઘના સર્વ પદાધિકારીઓ, મહિલા મંડળના બહેનો તથા સર્વ અનુમોદક દાતાઓની ભાવ, ભકિત અને પુરૂષાર્થથી મહોત્સવ સફળ બનાવેલ.

(3:39 pm IST)